Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : PM Modi arrives in Tianjin China welcomed on red carpet

PM મોદી ચીનના તિઆનજિન પહોંચ્યા,રેડ કાર્પેટ પર થયું સ્વાગત; જિનપિંગ-પુતિનને મળશે

Timeછેલ્લું અપડેટ : 30 Aug 2025
લાઇવ ટીવીGoogle News
PM મોદી ચીનના તિઆનજિન પહોંચ્યા,રેડ કાર્પેટ પર થયું સ્વાગત; જિનપિંગ-પુતિનને મળશે
સોર્સ : GSTV

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસના જાપાન પ્રવાસ બાદ ચીનના તિઆનજિન પહોંચ્યા છે. PM મોદી શાંઘાઇ સહયોગ સંગઠન શિખર સમ્મેલનમાં સામેલ થશે. સમ્મેલનથી અલગ PM મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત થશે.

App Store

PM મોદીનું રેડ કાર્પેટ પર થયું ભવ્ય સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર સાંજે પોતાનો જાપાન પ્રવાસ સમાપ્ત કર્યા બાદ ચીનના તિયાનજિન શહેર પહોંચ્યા હતા. અહીં એરપોર્ટ પર તેમનું રેડ કાર્પેટ પાથરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. PM મોદી શાંઘાઇ સહયોગ સંગઠન શિખર સમ્મેલનમાં સામેલ થવા માટે તિયાનજિન પહોંચ્યા છે. 

SCO સમિટમાં વિશ્વ નેતાઓ સાથે મુલાકાત માટે ઉત્સુક: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરતા લખ્યુ, 'ચીનના તિઆનજિન પહોંચી ગયો છું. SCO શિખર સમ્મેલનમાં વિચાર-વિમર્શ અને વિવિધ વિશ્વના નેતાઓ સાથે મુલાકાત માટે ઉત્સુક છું.'

 

ટોપિક્સ:PM Modi ChinaChina PM Modi Visit