Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : People protest in Tokyo against monkey labor in Thailand

થાઈલેન્ડમાં વાંદરાઓ પાસે કરાવવામાં આવતી મજુરી સામે ટોક્યોમાં લોકોનું વિરોધ પ્રદર્શન

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2024
લાઇવ ટીવીGoogle News
થાઈલેન્ડમાં વાંદરાઓ પાસે કરાવવામાં આવતી મજુરી સામે ટોક્યોમાં લોકોનું વિરોધ પ્રદર્શન

આજે જ્યારે વિશ્વભરમાં બેરોજગારી વધી રહી છે, અને મોટી મોટી કંપનીઓ પણ કર્મચારીઓની છટણી કરી રહી છે, ત્યારે થાઈલેન્ડ વાંદરાઓ પાસે મજુરી કરાવવામાં આવી રહી છે. મળતા અહેવાલો મુજબ થાઈલેન્ડમાં નારિયેળ ઉદ્યોગમાં વાંદરાઓનો મોટાપાયે ઉપયોગ થઈ રહ્યો છે. નાના વાંદરાઓને ગેરકાયદેસર રીતે પકડીને તેમને સાંકળોથી બાંધવામાં આવે છે. આ સાથે જ તેમને ચાબુક મારીને નારિયેળ તોડવાની ફરજ પાડવામાં આવે છે. આ વાંદરાઓ પાસે કલાકો સુધી કામ કરાવવામાં આવે છે.

App Store

અ લોકોની ક્રૂરતા એટલી છે કે, વાંદરાઓના દાંત પણ કાઢી નાખવામાં આવે છે, જેથી તેઓ નારિયેળને નુકસાન ન પહોંચાડી શકે અને સ્વબચાવ પણ ન કરી શકે. આ ઘટનાના પડઘા થાઈલેન્ડ સિવાય અન્ય દેશોમાં પડ્યા છે. જાપાનની રાજધાની ટોક્યોમાં રોયલ થાઈ એમ્બેસીની બહાર કેટલાક લોકોએ એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વિરોધીઓએ બુધવારે જાપાનના ટોક્યોમાં થાઈ એમ્બેસી સામે થાઈલેન્ડના વાંદરાઓ દ્વારા નાળિયેર તોડવાના ઉદ્યોગ સામે રેલી યોજી હતી. PETA (પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ) એ જણાવ્યું છે કે થાઈ નારિયેળના દૂધ ઉદ્યોગમાં ગેરકાયદેસર રીતે વાંદરાઓની મજૂરીનો ઉપયોગ કરવામાં આવે છે, જેને સાંકળો બાંધવામાં આવે છે અને એમની પાસે નારિયેળ તોડાવવામાં આવે છે. પ્રદર્શનકારીઓએ કહ્યું કે વિરોધ માટે ઉપયોગમાં લેવાતા નારિયેળ વિયેતનામમાં લોકો દ્વારા તોડવામાં આવ્યા છે. પ્રદર્શનકારીઓના ફોટો બતાવે છે કે પ્રદર્શનકારીઓ કેદીઓનો યુનિફોર્મ અને વાંદરાના માસ્ક પહેર્યા છે અને વ્હિલબેરો પર નારિયેળના ઢગલા લઈ જઈ રહ્યા છે.