Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Passenger dies after being served non-veg food instead of veg on flight

'મીટ ના ખાતા માત્ર ગ્રેવી ખાઇ લો...'ફ્લાઇટમાં મુસાફરને વેજની જગ્યાએ નોનવેજ આપવામાં આવતા મોત

Timeછેલ્લું અપડેટ : 09 Oct 2025
લાઇવ ટીવીGoogle News
'મીટ ના ખાતા માત્ર ગ્રેવી ખાઇ લો...'ફ્લાઇટમાં મુસાફરને વેજની જગ્યાએ નોનવેજ આપવામાં આવતા મોત
સોર્સ : GSTV

કતાર એરવેઝની ફ્લાઇટમાં શ્વાસ રૂંધાતા 85 વર્ષીય મુસાફર ડૉ.અશોકા જયવીરાનું મોત નોનવેજ ખાતા મોત થયું હતું.

App Store

મુસાફરે શાકાહારી ભોજન ઓર્ડર કર્યો હતો પરંતુ નોનવેજ પીરસવામાં આવ્યું હતું. આ ઘટના 30 જૂન,2023માં લોસ એન્જલસથી કોલંબો જતી હતી. હવે ડૉક્ટર જયવીરાના પુત્રએ કતાર એરવેઝ પર કેસ કર્યો છે.

દક્ષિણ કેલિફોર્નિયાના રિટાયર્ડ હદય રોગના જાણકાર ડૉ.જયવીરાને ફ્લાઇટ એટેડન્ટે નોનવેજ ભોજનમાંથી માંસ હટાવીને ખાવાની સલાહ આપી હતી. 

ડૉ.જયવીરાએ વેજ ભોજન ઓર્ડર કર્યો હતો પરંતુ ફ્લાઇટ એટેડન્ટે કહ્યું કે આવું કોઇ ભોજન નથી, તેની જગ્યાએ નોનવેજ પીરસવામાં આવ્યું હતું.માંસને હટાવીને ખાવાના પ્રયાસમાં ડૉ.જયવીરાનું શ્વાસ ઘુંટાવા લાગ્યો હતો અને તે બેભાન થયો હતો. ફ્લાઇટ ક્રૂએ મદદનો પ્રયાસ કર્યો અને મેડએર તબીબી સલાહકારો સાથે સંપર્ક કરવામાં આવ્યો પરંતુ તેમની સ્થિતિ વધારે બગડી ગઇ હતી.

બેદરકારી માટે કતાર એરવેઝ પર કેસ

ફ્લાઇટને એડિનબર્ગ,સ્કોટલેન્ડમાં ઉતારવામાં આવી હતી અને તે બાદ ડૉ.જયવીરાને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. 3 ઓગસ્ટ 2023એ તેમનું નિધન થયું હતું. મૃત્યુનું કારણ એસ્પિરેશન નિમોનિયા જણાવવામાં આવ્યું જે ભોજન અથવા તરલ પદાર્થના ફેફ્સામાં જતા થતી એક ગંભીર ફેફ્સાની બીમારી છે.મુસાફરા પુત્ર સૂર્યા જયવીરાએ કતાર એરવેઝ વિરૂદ્ધ મોતનો કેસ દાખલ કર્યો છે જેમાં ભોજન સેવા અને બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે.

 

 

ટોપિક્સ:qatar airwaysFlight