VIDEO: માઈકલ બી. જોર્ડને જીત્યો બેસ્ટ અભિનેતાનો OSCAR એવોર્ડ, 'વન બેટલ આફ્ટર અનધર' ફિલ્મે 6 એવોર્ડ જીત્યા
૯૮મા એકેડેમી એવોર્ડ્સનો ધમાકેદાર પ્રારંભ થયો છે. કોમેડિયન કોનન ઓ'બ્રાયન આ શોનું સંચાલન કરી રહ્યા છે. આ વર્ષના એકેડેમી એવોર્ડ્સમાં રાયન કૂગલરની સિનર્સ અને પોલ થોમસ એન્ડરસનની વન બેટલ આફ્ટર અધર વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે. સિનર્સ પહેલાથી જ ઇતિહાસ રચી ચૂકી છે, ઓસ્કારમાં સૌથી વધુ નોમિનેશન - કુલ ૧૬ - ધરાવતી ફિલ્મ બની છે. આ વર્ષના એવોર્ડ્સમાં "કાસ્ટિંગ" નામની એક નવી શ્રેણી પણ રજૂ કરવામાં આવી છે.
'સેન્ટિમેન્ટલ વેલ્યુ' એ શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ એવોર્ડ જીત્યો
૯૮મા એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણી રજૂ કરતા, પ્રિયંકા ચોપરા જોનાસ અને જેવિયર બાર્ડેમે નોર્વેજીયન ફિલ્મ 'સેન્ટિમેન્ટલ વેલ્યુ' ને એવોર્ડ અર્પણ કર્યો, જેણે તેની અસાધારણ વાર્તા કહેવાની અને કલાત્મક સિદ્ધિ માટે આ સન્માન મેળવ્યું.
૨૦૨૬ના ઓસ્કારમાં, રાયન કૂગલરની ફિલ્મ સિનર્સને સૌથી વધુ નોમિનેશન મળ્યા હતા. ૧૬ નોમિનેશન સાથે, તેણે ઓસ્કાર ઇતિહાસમાં સૌથી વધુ નોમિનેશનનો નવો રેકોર્ડ બનાવ્યો. જોકે, ફિલ્મે આખરે કુલ ચાર એવોર્ડ મેળવ્યા: શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ મૂળ પટકથા, શ્રેષ્ઠ મૂળ સ્કોર અને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી.
૧૩ નોમિનેશન સાથે, વન બેટલ આફ્ટર અધર ૨૦૨૬ના ઓસ્કારમાં બીજા ક્રમે સૌથી વધુ નોમિનેટેડ ફિલ્મ હતી. છતાં, જીતની દ્રષ્ટિએ, તે અગ્રણી તરીકે ઉભરી આવી. આ ફિલ્મ ઓસ્કાર એવોર્ડ્સમાં છવાઈ હતી, આ ફિલ્મે કુલ છ ઓસ્કાર જીત્યા: શ્રેષ્ઠ અનુકૂલિત પટકથા, શ્રેષ્ઠ સહાયક અભિનેતા (સીન પેન), શ્રેષ્ઠ કાસ્ટિંગ, શ્રેષ્ઠ ફિલ્મ સંપાદન, શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ ચિત્ર.
ઓસ્કારના મંચથી સ્ટાર્સ દ્વારા યુદ્ધની વિરુદ્ધ અવાજ ઊઠાવાયો
લોસ એન્જલસમાં યોજાયેલા 98માં ઓસ્કર એવોર્ડ્સના રેડ કાર્પેટ પર અનેક હોલિવૂડ કલાકારો અને ફિલ્મ નિર્માતાઓએ ઈરાન અને ગાઝામાં ચાલી રહેલા યુદ્ધનો વિરોધ કરી માનવતાનો સંદેશ આપ્યો હતો. એવોર્ડ વિજેતા સ્પેનિશ અભિનેતા જાવિયર બાર્ડેમે "NO A LA GUERRA" (યુદ્ધને ના) અને "ફ્રી પેલેસ્ટાઈન" લખેલા પિન પહેરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મનો એવોર્ડ પ્રેઝન્ટ કરતી વખતે પણ તેમણે મંચ પરથી "યુદ્ધને ના અને પેલેસ્ટાઈનને આઝાદ કરો" તેવું આહવાન કર્યું હતું, જેને હાજર રહેલા પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું.
જેસી બકલીે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર જીત્યો
'હેમ્નેટ' ફિલ્મની જેસી બકલીને શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર મળ્યો છે. આ તેમનો પહેલો ઓસ્કાર એવોર્ડ છે.
'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો
લિયોનાર્ડો ડિકેપ્રિયોની ફિલ્મ 'વન બેટલ આફ્ટર અનધર' (One Battle After Another) 98માં ઓસ્કર એવોર્ડ્સમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 4 મહત્વના એવોર્ડ્સ પોતાના નામે કર્યા છે, જેમાં બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (શૉન પેન), બેસ્ટ એડિટિંગ અને ઓસ્કરના ઇતિહાસમાં પહેલીવાર શરૂ કરાયેલી કેટેગરી બેસ્ટ કાસ્ટિંગનો સમાવેશ થાય છે. આ જીત સાથે ફિલ્મ મુખ્ય કેટેગરીઝમાં પોતાની મજબૂત પકડ જાળવી રહી છે.
બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે - 'સીનર્સ' ના રાઈટર-ડાયરેક્ટર રાયન કૂગલરને બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લેનો એવોર્ડ મળ્યો છે. આ સાથે જ 'સીનર્સ'ના ખાતામાં અત્યાર સુધીમાં કુલ 3 એવોર્ડ (એડિટિંગ, સ્કોર અને સ્ક્રીનપ્લે) આવી ગયા છે.
બેસ્ટ સિનેમેટોગ્રાફી - ઓટમ ડુરલ્ડ આર્કાપો 'સીનર્સ' માટે ઓટમ ડુરલ્ડ આર્કાપોએ બેસ્ટ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ જીત્યો છે. આ ટેકનિકલ કેટેગરીમાં ઓસ્કર જીતનાર તેઓ પ્રથમ મહિલા બની ગયા છે.
બેસ્ટ ફિલ્મ એડિટિંગ - એન્ડી જર્ગેનસન લિયોનાર્ડો ડિકેપ્રિયોની ફિલ્મ 'વન બેટલ આફ્ટર અનધર' માટે એન્ડી જર્ગેનસનને બેસ્ટ ફિલ્મ એડિટિંગનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
બેસ્ટ એનિમેટેડ ફીચર - 'કે-પોપ ડેમન હન્ટર્સ' દુનિયાભરમાં લોકપ્રિય બનેલી 'કે-પોપ ડેમન હન્ટર્સ' ને આ વર્ષનો બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
બેસ્ટ સાઉન્ડ - 'F1' બ્રાડ પિટની કાર રેસિંગ ડ્રામા ફિલ્મ 'F1' એ બેસ્ટ સાઉન્ડ કેટેગરીમાં જીત મેળવીને પોતાનું ખાતું ખોલ્યું છે.
બેસ્ટ ઓરિજિનલ સ્કોર - લડવિગ ગોરાન્સન (સીનર્સ) મ્યુઝિક કમ્પોઝર લડવિગ ગોરાન્સનએ 'સીનર્સ' માટે પોતાનો ત્રીજો ઓસ્કર જીત્યો છે. અગાઉ તેઓ 'બ્લેક પેન્થર' અને 'ઓપનહાઈમર' માટે પણ જીતી ચૂક્યા છે.
બેસ્ટ મેકઅપ અને હેરસ્ટાઈલિંગ - 'ફ્રેન્કેન્સ્ટાઈન' પીરિયડ સેટિંગ અને હોરર લુકને શાનદાર રીતે રજૂ કરવા બદલ 'ફ્રેન્કેન્સ્ટાઈન' ની ટીમે મેકઅપ અને હેરસ્ટાઈલિંગમાં જીત મેળવી છે.
માઈકલ બી. જોર્ડને તેમના કારકિર્દીનો પ્રથમ શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કાર જીત્યો. આ ટોચનો સન્માન મેળવનાર તેઓ છઠ્ઠા અશ્વેત અભિનેતા છે. તેઓ સિડની પોઈટિયર, ડેન્ઝેલ વોશિંગ્ટન, જેમી ફોક્સ, ફોરેસ્ટ વ્હિટેકર અને વિલ સ્મિથ જેવા દિગ્ગજોની હરોળમાં જોડાય છે. હેલ બેરી શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર જીતનાર પ્રથમ અને એકમાત્ર અશ્વેત મહિલા છે.
બેસ્ટ સોન્ગ - ગોલ્ડન (કે-પૉપ ડેમન હન્ટર્સ )
'કે-પોપ ડેમન હંટર્સ' એ સૌથી મોટું સરપ્રાઈઝ આ કેટેગરીમાં આપ્યું છે. તેનું ગીત ગોલ્ડન ઓસ્કાર એવોર્ડ જીતનાર પ્રથમ પોપ સોન્ગ બની ગયો છે.
ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ તેના પતિ નિક જોનાસ સાથે રેડ કાર્પેટ પર હાજરી આપી
ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ તેના પતિ નિક જોનાસ સાથે રેડ કાર્પેટ પર હાજરી આપી હતી. તે સફેદ સ્ટ્રેપલેસ ગાઉનમાં અદભુત દેખાતી હતી. પ્રિયંકા એવોર્ડ સમારોહમાં પ્રસ્તુતકર્તા તરીકે ભાગ લઈ રહી છે. ભારતીય ચાહકોમાં બધાની નજર ભારતીય-અમેરિકન ફિલ્મ નિર્માતા ગીતા ગંધબીર પર ટકેલી હતી, જેમને બે કેટેગરીમાં નોમિનેશન મળ્યા હતા. તેમની ફિલ્મ, *ધ પરફેક્ટ નેબર*, શ્રેષ્ઠ દસ્તાવેજી ફીચર માટે દોડમાં હતી.જ્યારે ધ ડેવિલ ઇઝ બિઝી શ્રેષ્ઠ દસ્તાવેજી શોર્ટ ફિલ્મ માટે નામાંકિત થઈ હતી.

