Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Operation Project Freedom' suddenly halted in the name of an agreement with Iran

VIDEO: હોર્મુઝ સ્ટ્રેટમાં ટ્રમ્પનો ‘યુ-ટર્ન’; ઈરાન સાથે સમજૂતીના નામે ‘ઓપરેશન પ્રોજેક્ટ ફ્રીડમ’ અચાનક અટકાવ્યું, પાકિસ્તાન સહિતના દેશોની અપીલ કામ કરી ગઈ!

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન અને અન્ય દેશોની અપીલને માન આપીને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર માટે શરૂ કરેલ પ્રોજેક્ટ ફ્રીડમ ઓપરેશન અચાનક અટકાવી દીધું છે. સોમવારે શરૂ થયેલા આ મિશન હેઠળ અમેરિકા માત્ર ત્રણ જહાજોને સુરક્ષિત બહાર કાઢી શક્યું હતું, જેની સામે સામાન્ય દિવસોમાં ત્યાંથી દરરોજ 130 જહાજો પસાર થતા હોય છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે ઈરાન વિરુદ્ધ સૈન્ય સફળતા મળી છે અને તેહરાન સાથે સમજૂતીની દિશામાં નોંધપાત્ર પ્રગતિ થઈ હોવાથી આ નિર્ણય લેવાયો છે, જેથી અંતિમ સમજૂતી પર હસ્તાક્ષર થઈ શકે. બીજી તરફ, ઈરાને આ ઘટનાને પોતાની જીત ગણાવતા કહ્યું કે અમેરિકા જળમાર્ગ ખોલાવવામાં નિષ્ફળ રહેતા પાછળ હટવું પડ્યું છે. હાલ નાકાબંધી યથાવત રાખીને સમજૂતીની શક્યતાઓ તપાસવા માટે આ ઓપરેશન ટૂંકા ગાળા માટે સ્થગિત કરવામાં આવ્યું છે.

App Store