VIDEO: ઓઇલ અને ગેસના ભાવ ક્રેશ થશે! અમેરિકા-ઈરાન સંઘર્ષ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ભવિષ્યવાણી
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવના કારણે મિડલ ઈસ્ટમાં સ્થિતિ સતત વણસી રહી છે, જેની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજારમાં જોવા મળી રહી છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત 97 ડૉલરને પાર પહોંચી ગઈ છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ઈરાન સામે અમેરિકાની જીત બાદ ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવમાં મોટો કડાકો બોલશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ શેર કરીને વધતી ઊર્જાની કિંમતોને મિડલ ઈસ્ટના સંઘર્ષ સાથે જોડી છે. તેમણે દાવો કર્યો છે કે, ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાનો વિજય થશે અને ત્યાર બાદ બજાર ફરી સ્થિર થઈ જશે. ટ્રમ્પે લખ્યું કે, ઈરાન સામે યુદ્ધ જીત્યા પછી ઓઇલની કિંમતો ઝડપથી નીચે આવશે. ગેસની કિંમત ઘટીને 3 ડૉલર પ્રતિ ગેલન થશે અને અંતે તે 2 ડૉલર પ્રતિ ગેલનથી પણ નીચે આવી જશે. આ સાથે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આ બધું ખૂબ ઝડપથી થશે અને ઈરાનને ક્યારેય પરમાણુ હથિયાર વિકસાવવા દેવામાં આવશે નહીં.

