Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : No deal reached in meeting with Putin now Trump will meet Zelensky

રશિયા-યુક્રેન વચ્ચે થઇ શકે છે યુદ્ધ વિરામ! પુતિન સાથે અલાસ્કામાં ના થઇ જાહેરાત, હવે ઝેલેંસ્કીને મળશે ટ્રમ્પ

Timeછેલ્લું અપડેટ : 16 Aug 2025
લાઇવ ટીવીGoogle News
રશિયા-યુક્રેન વચ્ચે થઇ શકે છે યુદ્ધ વિરામ! પુતિન સાથે અલાસ્કામાં ના થઇ જાહેરાત, હવે ઝેલેંસ્કીને મળશે ટ્રમ્પ
સોર્સ : GSTV

યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેંસ્કીએ કહ્યું કે તે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. બન્ને નેતાઓ વચ્ચે આ મુલાકાત સોમવારે વોશિંગ્ટન ડીસીમાં થશે. ટેલીગ્રામ પર કરવામાં આવેલી એક પોસ્ટમાં ઝેલેંસ્કીએ આમંત્રણ આપવા માટે ટ્રમ્પનો આભાર માન્યો હતો.

App Store

આ પહેલા ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિનની અલાસ્કામાં મુલાકાત થઇ હતી. આ મુલાકાતમાં જોકે રશિયા-યૂક્રેન યુદ્ધમાં સીઝફાયરને લઇને કોઇ પરિણામ આવ્યું નહતું પરંતુ ટ્રમ્પ અને પુતિન બન્નેએ કહ્યું કે આ મુલાકાત સારી રહી છે.પુતિન સાથે મુલાકાત બાદ ટ્રમ્પે કહ્યું હતું કે તે જલદી ઝેલેંસ્કી અને યુરોપના નેતાઓ સાથે વાત કરીશું.

ઝેલેંસ્કી અને ટ્રમ્પ વચ્ચે એક કલાક થઇ વાતચીત

ઝેલેંસ્કીએ કહ્યું કે તેમણે અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે લગભગ એક કલાક સુધી વાતચીત કરી છે. અલાસ્કામાં શિખર સમ્મેલનમાં તેમના સામેલ ના થવાથી યૂક્રેનના લોકો નારાજ હતા. ઝેલેંસ્કીએ આ વાત પર ભાર આપ્યો કે આગામી તબક્કાની વાતચીતમાં ત્રણેય નેતાઓએ હાજર રહેવું જોઇએ.

વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે પણ જણાવ્યું કે ટ્રમ્પે અલાસ્કાથી વોશિંગ્ટન પરત ફરતા સમયે ઝેલેંસ્કી સાથે ઘણી વાર સુધી વાત કરી હતી. આ વાતચીતમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર, ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેંક્રો, નાટો મહાસચિવ માર્ક રૂટ, યૂરોપીય પંચના અધ્યક્ષ ઉર્સુલા વૉન ડેર લેયેન અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક પણ આ કૉલમાં સામેલ થયા હતા. મહત્ત્વપૂર્ણ છે કે રશિયા-યૂક્રેન વચ્ચે ચાર વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે.

ઓવલ ઓફિસમાં ઝેલેંસ્કી-ટ્રમ્પ વચ્ચે ઝઘડો

આ વર્ષે ફેબ્રુઆરીમાં ઓવલ ઓફિસમાં ઝેલેંસ્કી અને ટ્રમ્પ વચ્ચે વાતચીત દરમિયાન ઝઘડો થયો હતો પરંતુ બાદમાં ઝેલેંસ્કીએ આ ઝઘડાને ખેદજનક ગણાવ્યું હતું અને તેઓ સ્થાયી શાંતિ માટે ટ્રમ્પના નેતૃત્ત્વ હેઠળ કામ કરવા તૈયાર છે.