VIDEO: ભારત-અમેરિકાની સમુદ્ર કેબલ સુરક્ષા માટે નવી પહેલ
સોર્સ : gstv
ભારત અને અમેરિકાએ સમુદ્રની નીચે પથરાયેલા સંચાર કેબલોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદારી શરૂ કરી છે. ‘US-India TRUST’ પહેલ હેઠળ બંને દેશો સબસી કેબલ નેટવર્કને સાયબર હુમલા, તોડફોડ અને ભૂ-રાજકીય જોખમોથી સુરક્ષિત કરવા સહયોગ કરશે. વિશ્વનો મોટો હિસ્સો ઇન્ટરનેટ અને આંતરરાષ્ટ્રીય ડેટા ટ્રાફિક આ કેબલો મારફતે પસાર થાય છે. તેથી કેબલ સુરક્ષાને મજબૂત બનાવવાથી વૈશ્વિક સંચાર અને ડિજિટલ અર્થતંત્રને વધુ સુરક્ષા મળશે. TRUST પહેલનો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચે નિર્ણાયક અને ઊભરતી ટેક્નોલોજીના ક્ષેત્રમાં સહયોગ વધારવાનો છે.

