Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Netanyahu's big blow to Trump on the Gaza issue! The Israeli army will not withdraw until Hamas lays down its arms

ગાઝા મુદ્દે નેતન્યાહૂનું ટ્રમ્પને મોટું ઝટકો! હમાસ હથિયાર નહીં મૂકે ત્યાં સુધી નહીં હટે ઈઝરાયલી સેના

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
ગાઝા મુદ્દે નેતન્યાહૂનું ટ્રમ્પને મોટું ઝટકો! હમાસ હથિયાર નહીં મૂકે ત્યાં સુધી નહીં હટે ઈઝરાયલી સેના
સોર્સ : gstv

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગાઝાને લઈને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત 15-મુદ્દાના 'બોર્ડ ઓફ પીસ' (Board of Peace) પ્લાનને ફગાવી દીધો છે. નેતન્યાહૂએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જ્યાં સુધી હમાસ સંપૂર્ણપણે શસ્ત્રો નહીં ફેંકે, ત્યાં સુધી ઇઝરાયલી સેના ગાઝામાંથી પીછેહઠ કરશે નહીં.

App Store

ઇઝરાયલનું કડક વલણ

હમાસનો ખાતમો જરૂરી

નેતન્યાહૂએ ભારપૂર્વક કહ્યું કે, ઇઝરાયલ હમાસનો વાસ્તવિક અને સંપૂર્ણ અંત ઈચ્છે છે. માત્ર દેખાવ પૂરતું આતંકવાદી સંગઠનને નબળું પાડવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે.

અમેરિકા સાથે વાટાઘાટો ચાલુ

તેમણે ઉમેર્યું કે, આ મુદ્દે અમેરિકા સાથે ચર્ચા ચાલુ છે. ટ્રમ્પ વહીવટીતંત્રની કેટલીક યોજનાઓ સામે ઇઝરાયલને સંમતિ છે, જ્યારે કેટલીક શરતો સામે વાંધો છે.

બોર્ડ ઓફ પીસ અને ટ્રમ્પનો દાવો

અમેરિકાના નેતૃત્વ હેઠળના 'બોર્ડ ઓફ પીસ' ના ડિરેક્ટર નિકોલે મ્લાદેનોવ અને નેતન્યાહૂ વચ્ચેની બેઠક બાદ બોર્ડે પણ જણાવ્યું હતું કે, ગાઝામાંથી ઇઝરાયલી સેના ત્યારે જ પાછી હટશે, જ્યારે હમાસના તમામ શસ્ત્રો જપ્ત કરી લેવામાં આવશે.બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, યુદ્ધ વિરામ અને શાંતિ યોજના પર સફળતા મળી છે. જોકે, ગયા વર્ષે યુદ્ધ વિરામની સહમતી છતાં ગાઝામાં ઇઝરાયલી સૈન્ય કામગીરી ચાલુ રહી છે.