VIDEO: નેતન્યાહૂને ૭ ઓક્ટોબરના ગાઝાના હુમલા મુદ્દે અગાઉ મળી હતી ચેતવણી, હારેટ્ઝના પુસ્તકનો મોટો દાવો
સોર્સ : gstv
ઇઝરાયલી અખબારના પત્રકારોના નવા પુસ્તક અનુસાર, વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ૭ ઓક્ટોબર ૨૦૨૩ના હમાસના હુમલાના દોઢ અઠવાડિયા પૂર્વે મોટા ઓપરેશનની ચેતવણી મળી હતી. પુસ્તક મુજબ, યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદે નેતન્યાહૂ સાથેની ૪૫ મિનિટની ફોન વાતચીતમાં આક્રમણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. હમાસના નેતા યાહ્યા સિનવરે પણ અસાધારણ સ્કેલના ઓપરેશનની તૈયારીઓ વિશે સંકેત આપ્યા હોવાનો દાવો કરાયો છે. જોકે, વડા પ્રધાનના કાર્યાલયે આ તમામ દાવાઓને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે.

