VIDEO: નેપાળે ચલણી સિક્કા પરથી વિવાદિત નકશો હટાવવાનો પ્રસ્તાવ ફગાવ્યો
નેપાળ સરકારે 1 રૂપિયાના સિક્કા પરથી વિવાદાસ્પદ રાષ્ટ્રીય નકશો હટાવવાનો પ્રસ્તાવ ફગાવી દીધો છે. આ નકશામાં ભારતના લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને નેપાળનો હિસ્સો દર્શાવવામાં આવ્યા છે. નેપાળ રાષ્ટ્ર બેંકએ પહેલા પ્રસ્તાવ મૂક્યો હતો કે, 1 રૂપિયાના સિક્કા પર છપાયેલા નેપાળના વિવાદાસ્પદ નકશાની જગ્યાએ મુસ્તાંગના ઐતિહાસિક મઠની તસવીર મૂકવામાં આવે. આ નકશાને સિક્કા પરથી હટાવવાના સમાચાર જેવા બહાર આવ્યા કે, તરત જ તેનો વિરોધ શરૂ થઈ ગયો. ત્યારબાદ મંત્રાલયે નેપાળ રાષ્ટ્ર બેંકને નિર્દેશ આપ્યો કે, ડિઝાઇનમાં બૌદ્ધ મઠની સાથે નેપાળનો રાષ્ટ્રીય નકશો પણ સામેલ કરવામાં આવે. ત્યારબાદ સંશોધિત પ્રસ્તાવ ફરીથી મંજૂરી માટે મોકલવામાં આવે. આ પહેલાં કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે, નેપાળ સરકારે 1 રૂપિયાના નવા સિક્કાને મંજૂરી આપી દીધી છે.

