VIDEO: નેપાળ પૂર સંકટ: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- થેંક્યૂ ઈન્ડિયા
નેપાળમાં ભયાનક પૂર સંકટ બાદ ભારત અને ચીને કરેલી મદદ બદલ વડાપ્રધાન બાલેન શાહે સંSસદમાં બંને દેશોને થૈંક્યૂ કહ્યું છે. વડાપ્રધાન કહ્યું કે, આપત્તિ વ્યવસ્થાપન માટે તેઓ પ્રથમ દિવસથી જ આંતરરાષ્ટ્રીય સહયોગ મેળવી રહ્યા છે. સરકાર દ્વારા વિદેશી મદદ લેવામાં ખચકાટ અનુભવવા અંગે સવાલો ઉઠતા બાલેન શાહે કહ્યું કે, આટલું મોટું સંકટ હોય તો આંતરરાષ્ટ્રીય સહયોગ ન લઉ, તેવો કોઈ સવાજ ઉભો થતો નથી. પૂર આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાલેન શાહને ફોન કરીને મદદ કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ ભારત નેપાળમાં સતત મદદ મોકલી રહ્યું છે. આમાં ખાણી-પીણી, દવાઓ, બ્રિજ બનાવવાનો સામાન સામેલ છે. આ ઉપરાંત DNA નિષ્ણાંતની ટીમ પણ મોકલવામાં આવી છે. PM બાલેન શાહે રાજ્ય અને લોકલ સ્તરે સંકલન સાધવામાં સરકાર નિષ્ફળ રહી હોવાના સવાલનો પણ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, અમારું તંત્ર રાજ્ય અને સ્થાનિક સ્તરે સતત વાતચીત કરી રહી છે. સંકલન દ્વારા જ રાહત અને બચાવનું કામ કરવામાં આવી રહ્યું છે.

