VIDEO: પાકિસ્તાન સરકાર સાથેની વાતચીત નિષ્ફળ: ઈમરાન ખાનની પાર્ટી લોંગ માર્ચ યોજવા સજ્જ
સોર્સ : gstv
પાકિસ્તાન સરકાર સાથેની વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ, જેલમાં બંધ ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ મોટો વિરોધ પ્રદર્શન અને લોંગ માર્ચ યોજવાની તૈયારી કરી રહી છે….ઈમરાન ખાનની તબિયત સુધારવા અને તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની માંગ કરી રહી છે, જ્યારે સરકાર માર્ચ પાછી ખેંચવા દબાણ કરી રહી છે. બંને પક્ષો વચ્ચેના ચર્ચાના બે રાઉન્ડ અનિર્ણાયક રહ્યા હતા. અગાઉ ૨૭ સપ્ટેમ્બરની આ માર્ચ સુરક્ષા કારણોસર ૪ ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવી હતી. આ પ્રદર્શનથી પાકિસ્તાનમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.

