બ્રિટન/ સગીરાઓ સાથે દુષ્કર્મના આરોપમાં ગુજરાતી મૂળના વ્યક્તિને જેલની સજા, આ રીતે બનાવતો હતો શિકાર

યુકેમાં બે સગીર છોકરીઓ પર બળાત્કાર કરવાના આરોપમાં લંડનની એક કોર્ટે ગુજરાતી મૂળના એક પુરુષને નવ વર્ષની જેલની સજા ફટકારી છે અને તેનું નામ આજીવન માટે જાતીય અપરાધી રજિસ્ટરમાં સામેલ કર્યુ છે. અપરાધી હિમાંશુ મકવાણા સોશિયલ મીડિયા પર યુવતીઓ સાથે સંપર્ક કરી તેમને શિકાર બનાવતો હતો
ગુનેગાર સોશિયલ મીડિયા દ્વારા કિશોરોના સંપર્કમાં આવ્યો હતો.
દોષિતે સોશિયલ મીડિયા દ્વારા કિશોરીઓ સાથે સંપર્ક કર્યો હતો. હૈરો ક્રાઉન કોર્ટે સજા આપતા જણાવ્યું હતું કે 42 વર્ષીય હિંમાશુ મકવાણાએ ચાર વર્ષના ગાળામાં બે અપરાધ કર્યા હતાં. બંને અપરાધમાં અનેક સમાનતાઓ હતી. મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે તેના નિષ્ણાત જાસુસો દ્વારા કરવામાં આવેલી તપાસ પછી મકવાણાની ધરપકડ કરવામાં આવી છે. મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા અનુસાર મકવાણા સોશિયલ મીડિયા પર યુવતીઓને પોતાનો શિકાર બનાવતો હતો.
તપાસનું નેતૃત્ત્વ કરનાર અધિકારી લુઇસ જેલીના જણાવ્યા અનુસાર મકવાણા યુવતીઓને શિકાર બનાવવા માટે સોશિયલ મીડિયા પર પોતાને એક યુવાન વ્યકિતના રૂપમાં રજૂ કરતો હતો.
લુઇસ જેલીએ વધુમાં જણાવ્યું હતું કે દોષિતે એક મહિલા પર ભયાનક હુમલો કર્યો હતો. થોડાક વર્ષો પછી તેણે આ જ અપરાધનું પુનરાવર્તન કર્યુ હતું. સઘન તપાસને અંતે બંને મહિલાઓને ન્યાય મળ્યો છે. તેમણે આ આરોપી સામે હિંમતપૂર્વક ફરિયાદ કરનાર બંને મહિલાઓની પણ પ્રશંસા કરી હતી

