Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Man-like ingenuity and machine-like cruelty; Iran created dangerous 'weapon'

માણસ જેવી ચતુરાઈ અને મશીન જેવી ક્રૂરતા; ઈરાને બનાવ્યું પરમાણુ કરતાં પણ ખતરનાક 'હથિયાર'

Timeછેલ્લું અપડેટ : 28 Jun 2026
લાઇવ ટીવીGoogle News
માણસ જેવી ચતુરાઈ અને મશીન જેવી ક્રૂરતા; ઈરાને બનાવ્યું પરમાણુ કરતાં પણ ખતરનાક 'હથિયાર'
સોર્સ : gstv

Iran Creates Biological Intelligence: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને શાંતિ કરારોની ચર્ચા વચ્ચે ઈરાનના વૈજ્ઞાનિકોએ વિજ્ઞાન જગતમાં એક નવો ખૌફનાક ઈતિહાસ રચી દીધાનો દાવો કર્યો છે. ઈરાનની બ્રેન રિસર્ચ એન્ડ ટેકનોલોજી ટીમે લેબની અંદર જીવંત માનવીની નસોના કોષો (Live Human Neurons)ની મદદથી એક નાનું 'આર્ટિફિશિયલ મગજ' તૈયાર કર્યું છે. વિજ્ઞાનની ભાષામાં આ ટેકનોલોજીને 'બાયોલોજિકલ ઇન્ટેલિજન્સ' (BI) અથવા 'ઓર્ગેનોઇડ ઇન્ટેલિજન્સ' કહેવામાં આવે છે. આ કોઈ સામાન્ય કમ્પ્યુટર સોફ્ટવેર નથી, પરંતુ એક જીવંત નેટવર્ક છે જે માણસની જેમ જાતે નિર્ણયો લઈ શકે છે.

App Store

સુપરકમ્પ્યુટર કરતાં કરોડો ગણી સ્પીડ, 10 લાખ ગણી ઓછી વીજળી!

ઈરાનની બ્રેન રિસર્ચ ટીમના ચીફ અતાઉલ્લાહ પોર-અબ્બાસીના જણાવ્યા અનુસાર, ઈરાને શરીરની બહાર નસોના જીવંત કોષોને વિકસિત કરવાની ટેકનોલોજી સંપૂર્ણપણે ઘરેલુ સ્તરે મેળવી લીધી છે. આ જીવંત કોષો લેબમાં બિલકુલ અસલી મગજની જેમ જ આપસમાં સંપર્ક કરીને નેટવર્ક બનાવી રહ્યા છે. આ બાયોલોજિકલ પ્રોસેસરના બે એવા મુખ્ય ફાયદા છે જેણે પશ્ચિમી દેશોના વૈજ્ઞાનિકોને ચિંતામાં મૂકી દીધા છે:

સુપરફાસ્ટ સ્પીડ: આ જીવંત કોષોથી બનેલા પ્રોસેસરની કામ કરવાની ઝડપ આજના આધુનિક સુપરકમ્પ્યુટર કરતાં પણ કરોડો ગણી વધારે હશે.

ઓછો વીજ વપરાશ: સામાન્ય કમ્પ્યુટર ચિપ્સ અને મોટા ડેટા સેન્ટરો ચલાવવા માટે અઢળક વીજળી જોઈએ છે, જ્યારે આ જીવંત મગજ સામાન્ય સિલિકોન ચિપના મુકાબલે અંદાજે 10 લાખ ગણી ઓછી વીજળી (માત્ર મુઠ્ઠીભર કેલરી) વાપરીને કામ કરે છે.

AI અને ઈરાનના BI વચ્ચે શું તફાવત છે?

આજકાલ ચર્ચામાં રહેલું AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) માત્ર એક બેજાન સોફ્ટવેર પ્રોગ્રામ છે, જે કમ્પ્યુટર ચિપ્સ, કોડિંગ અને અબજો ડેટા ફીડ કર્યા પછી માણસની નકલ કરવાનું શીખે છે. જ્યારે ઈરાનનું BI (બાયોલોજિકલ ઇન્ટેલિજન્સ) સીધું જ જીવંત માનવ ન્યુરોન્સથી બનેલું છે. આ ટેકનોલોજીને કોઈ માનવીય કોડિંગની જરૂર પડતી નથી, પરંતુ તે એક નાના બાળકની જેમ પોતાના અનુભવો અને આસપાસના માહોલમાંથી આપમેળે નવી વસ્તુઓ શીખે છે તથા એક સાથે અનેક નિર્ણયો (Parallel Processing) લઈ શકે છે. ઈરાનની એક નોલેજ-બેઝ્ડ કંપનીએ આ જીવંત મગજનો પ્રારંભિક મોડલ પણ સફળતાપૂર્વક બનાવી લીધો છે.

વૈજ્ઞાનિકોના મતે, ઓર્ગેનોઇડ ઇન્ટેલિજન્સ જો એકતરફ ચિકિત્સા વિજ્ઞાનમાં ક્રાંતિ લાવી શકે છે, તો બીજી તરફ જો આ ટેકનોલોજી ખોટા હાથોમાં જાય તો તે એક એવા ડિજિટલ કે રોબોટિક સૈનિકને જન્મ આપી શકે છે જેની પાસે માનવ મગજ જેવી ચતુરાઈ અને મશીનો જેવી ક્રૂરતા હોય.