Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Maloney's opposition leader roars against Trump

VIDEO : 'કોઈ વિદેશી નેતા મારા દેશનું અપમાન ન કરી શકે', ટ્રમ્પ વિરુદ્ધ મેલોનીના વિરોધી નેતાની ગર્જના

Timeછેલ્લું અપડેટ : 16 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અત્યારે અમેરિકા અને ઇટાલી વચ્ચેના સંબંધોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની કરવામાં આવેલી ટીકા બાદ ઇટાલીનું રાજકારણ એકાએક ગરમાયું છે. જોકે, નવાઈની વાત એ છે કે મેલોનીના કટ્ટર વિરોધી એવા નેતા પ્રતિપક્ષ એલી શ્લેન (Elly Schlein) તેમની વહારે આવ્યા છે અને સંસદમાં ટ્રમ્પની ધજ્જિયાં ઉડાવી દીધી છે.

App Store

ઇટાલીની 'દીકરી'એ ટ્રમ્પને બતાવી દીધો અરીસો

ઇટાલીની સેન્ટર લેફ્ટ ડેમોક્રેટિક પાર્ટીના નેતા એલી શ્લેને સંસદમાં ગર્જના કરતા કહ્યું કે, "કોઈપણ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષ મારા દેશ અને મારી સરકારનું અપમાન કરી શકે નહીં. સાંભળી લે ટ્રમ્પ, ભલે અમે રાજકીય પ્રતિસ્પર્ધી હોઈએ, પરંતુ અમે ઇટાલિયન લોકો અમારા દેશ પર થતા હુમલા સહન નહીં કરીએ, ખાસ કરીને તારા તરફથી." એલી શ્લેને જે રીતે પોતાની રાજકીય દુશ્મની ભૂલીને વડાપ્રધાન મેલોની અને ઇટાલીના સાર્વભૌમત્વનું સમર્થન કર્યું, તેનાથી આખી સંસદમાં તેમને સ્ટેન્ડિંગ ઓવેશન (ઉભા થઈને માન) મળ્યું હતું.

ટ્રમ્પ કેમ ભડક્યા હતા મેલોની પર?

અત્યાર સુધી ટ્રમ્પ અને મેલોની વચ્ચે ગાઢ મિત્રતા હતી, પરંતુ ઈરાન સાથેના સંભવિત યુદ્ધમાં મદદ ન કરવાને કારણે ટ્રમ્પ નારાજ થયા છે. એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે મેલોની વિશે કહ્યું હતું કે, "મને લાગતું હતું કે તેમનામાં હિંમત છે, પણ હું ખોટો હતો. તેમને કોઈ ફર્ક નથી પડતો કે ઈરાન પાસે પરમાણુ હથિયાર છે, જે બે મિનિટમાં ઇટાલીને તબાહ કરી શકે છે." ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે મેલોની હવે એવા નથી રહ્યા જેવું તેમણે વિચાર્યું હતું.

સંસદમાં વિપક્ષની એકતા

એલી શ્લેને સંસદમાં સ્પષ્ટ કર્યું કે ઇટાલી એક સ્વતંત્ર અને સાર્વભૌમ દેશ છે અને આપણું બંધારણ યુદ્ધનો વિરોધ કરે છે. તેમણે કહ્યું કે ભલે ગૃહમાં અમે એકબીજાના વિરોધી હોઈએ, પરંતુ અમે સૌ પહેલા ઇટાલીના નાગરિકો છીએ. ઇટાલીના મીડિયામાં પણ એલી શ્લેનના આ નિવેદનની ખૂબ ચર્ચા થઈ રહી છે, જેણે દર્શાવ્યું છે કે જ્યારે દેશના સન્માનની વાત આવે ત્યારે ઇટાલીનો પક્ષ અને વિપક્ષ એક થઈ જાય છે.