VIDEO: Miami Airport પર મોટો અકસ્માત: રનવે પરથી લપસ્યું Amazonનું કાર્ગો વિમાન, 5 લોકોનાં મોત
USA Amazon Plane Crash : અમેરિકાના ફ્લોરિડામાં આવેલા મિયામી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં રનવે પરથી ઉતરીને એમેઝોનનું એક કાર્ગો વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં સીધું અનેક વાહનો સાથે ટકરાયું હતું જેના કારણે ક્રેશ થયું હતું. જેમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોતના અહેવાલ સામે આવ્યા છે.
ઘટના કેવી રીતે બની?
ખરેખર તો એમેઝોન પ્રાઈમનું વિમાન જ્યારે ઉડાન ભરીને લેન્ડ કરવા જઈ રહ્યું હતું ત્યારે જ કોઈ કારણોસર ફ્લાઇટ અનિયંત્રિત થયું અને લેન્ડ થયા બાદ રન-વેથી લપસી ગયું હતું. પછી અચાનક જ તે રન-વે પૂરું કરી સીધું વાહનોમાં ટકરાયું હતું જેના કારણે ઘણા વાહનો સાથે તેની ટક્કર થતાં ફ્લાઈટોનું સંચાલન ખોરવાયું હતું. આ સાથે રન-વે અને ટેક્સી વે બંધ કરવાની ફરજ પડી હતી. રવિવાર સુધીમાં 250 ફ્લાઈટોના સંચાલનને તેના કારણે અસર થઇ હતી.

