'ઘૂંટણ પર બેસી એથ્લેટનું કર્યું સન્માન', પુતિનના ‘હૃદયસ્પર્શી’ અભિગમના થઈ રહ્યા છે વખાણ
રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને પ્રોટોકોલ તોડીને, ઘૂંટણ પર બેસીને ચેમ્પિયન ખેલાડીને અનોખું અને હૃદયસ્પર્શી સન્માન આપ્યું છે. સોશિયલ મીડિયા પર પુતિન અને ખેલાડીના આ ઐતિહાસિક ક્ષણનો વીડિયો પણ સામે આવ્યો છે. પુતિનના માનવતાવાદી અભિગમને જોઈને સૌકોઈ તેમની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે.
પુતિને ઘૂંટણ પર બેસી એથ્લેટનું સન્માન કર્યું
વાસ્તવમાં રાષ્ટ્રપતિ ભવનમાં પેરાલમ્પિક ચેમ્પિયન ઈવાન ગોલુબકોવ (Ivan Golubkov)ના સન્માન માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન પુતિને ઘૂંટણ પર બેસીને સ્ટ્રેચર પર બેઠેલા ગોકુબકોવનું સન્માન કરી મેડમ એનાયત કર્યો છે. આ ભાવુક દ્રશ્યનો વીડિયો સોશિય મીડિયામાં ભરપૂર વાયરલ થઈ રહ્યો છે. ઈવાને વિન્ડર પેરારમ્પિક-2026માં અસાધારણ પ્રદર્શન કર્યું હતું, જેના માનવામાં પુતિને તેમને આ વિશેષ સન્માન આપ્યું છે.
એથ્લેટના કોચ અને ટીમને પણ મેડલ એનાયત
રશિયાના રાષ્ટ્રપ્રમુખે બહોળી ઉપલબ્ધી મેળવનાર ઈવાનને સુવર્ણ ચંદ્રક અર્પણ કર્યો છે. રશિયામાં સૌથી વિશેષ સન્માન તરીકે ઓલખાતા ‘ઓર્ડર ઑફ ફ્રેન્ડશિપ’ મેડલ માત્ર તે વ્યક્તિને અપાય છે, જે સંબંધોને મજબૂત કરવામાં અને રાષ્ટ્રનું સન્માન વધારવામાં મહત્ત્વનું યોગદાન આપે છે. ઈવાનની સાથે અભૂતપૂર્વ યોગદાન બદલ કોચ ઈરિના ગ્રોમોવા, એલેક્ઝાન્ડર નાજરોવ, અલેક્સી ટર્બિન અને અલેક્સી કોબેલેવને પણ મેડલ એનાયત કરાયા છે.
પુતિનનો માનવતાવાદી અભિગમ, યુઝર્સોએ કર્યા વખાણ
સામાન્ય રીતે પ્રોટોકૉલમાં રહેનારા કોઈપણ દેશના રાષ્ટ્રપ્રુખનું એક એથલીટ સામે ઘૂંટણીએ બેસવું એક અભૂતપૂર્વ દ્રશ્ય છે. પુતિનનો આ માનવતાવાદી અભિગમ સ્ટાર એથલીટ ઈવાનના સન્માન અને પ્રશંસાનું પ્રતિક હતું. સોશિયલ મીડિયા પર આ હૃદયસ્પર્શી ક્ષણ નિહાળનારા યુઝર્સો પુતિનના ભરપૂર વખાણ કરી રહ્યા છે.
પેરાલમ્પિકમાં રશિયાના છ એથ્લેટ, છતાં ગોલ્ડ મેડલની યાદીમાં ત્રીજા સ્થાને
એથ્લેટ ઈવાને વિન્ટર ઓલમ્પિક-2026માં પુરુષોની 10 કિલોમીટર ક્રૉસ-કન્ટ્રી સ્કીઈંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચવાની સાથે રશિયાનું નામ રોશન કર્યું છે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં પુતિને પેરાલમ્પિકમાં શાનદાર દેખાવ કરનારા તમામ ટીમને અભિનંદન પાઠવ્યા છે. આ દરમિયાન પુતિને કહ્યું કે, એક નાની ટીમે અનેક દેશોને પાછળ ધકેલી દીધા. પેરાલમ્પિકમાં અલ્પાઇન સ્કીઇંગ, ક્રોસ-કંટ્રી સ્કીઇંગ અને પેરા-સ્નોબોર્ડિંગમાં કુલ છ રશિયન એથલેટે ભાગ લીધો હતો, તેમ છતાં રશિયા ગોલ્ડ મેડલ મેળવનારાઓની યાદીમાં ત્રીજા સ્થાને છે.

