ઇઝરાયલે સીરિયાના અલેપ્પોમાં કર્યો હવાઈ હુમલો, 38નાં મોત

એક તરફ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ઇઝરાયલે સીરિયાના અલેપ્પો શહેરમાં હવાઈ હુમલો કર્યો છે. જેમાં 38 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે. જોકે, ઇઝરાયલે હજુ સુધી આ હુમલાની પુષ્ટિ કરી નથી.
બ્રિટન સ્થિત યુદ્ધ મોનિટર સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે જણાવ્યું હતું કે ઇઝરાયેલની સેનાએ અલેપ્પો ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક અલેપ્પોના દક્ષિણ ઉપનગર જીબરીનમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લા સંગઠનના ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.
આ હુમલામાં 38 લોકો માર્યા ગયા છે. માર્યા ગયેલાઓમાં હિઝબુલ્લાહના પાંચ આતંકવાદીઓ પણ સામેલ છે. તેમજ મિલકતોને પણ ઘણું નુકસાન થયું છે.

