ઈઝરાયેલે જમ્મુ-કાશ્મીરનો કેટલોક ભાગ પાકિસ્તાનના નક્શામાં બતાવ્યો, ભારતીયોએ કાઢ્યો બળાપો
ઈરાનના ઈઝરાયેલ પર રોકેટ હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોચ્યો છે

ઈરાનના ઈઝરાયેલ પર રોકેટ હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોચ્યો છે. આ વચ્ચે ઈઝરાયેલ મિત્ર દેશ ભારતના નક્શાને લઈને વિવાદોમાં આવ્યું છે. ઈઝરાયેલે તેના આધિકારિક મેપમાં જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોને પાકિસ્તાનમાં બતાવ્યા હતા. જે બાદ અનેક ભારતીયોએ સોશિયલ મીડિયામાં બળાપો કાઢ્યો હતો.
સોશિયલ મીડિયામાં ઈઝરાયેલનો વિરોધ
અહેવાલો અનુસાર, ઈઝરાયેલે તેના આધિકારિક નક્શામાં જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોને પાકિસ્તાનમાં બતાવ્યા હતા. સોશિયલ મીડિયામાં ઈઝરાયેલનો વિરોધ થતા ઈઝરાયેલના રાજદૂતે તેને વેબસાઈટના તંત્રીની ભૂલ ગણાવી હતી. છેવટે, ખોટા નક્શાને વેબસાઈટ પરથી હટાવવામાં આવ્યો હતો.
https://twitter.com/ReuvenAzar/status/1842041057866818014
ઈઝરાયેલની ભૂલ પર અનેક સોશિયલ મીડિયા યુઝર્સે ટિપ્પણીઓ કરી હતી. 'એક યુઝરે સવાલ કર્યો કે, ભારત ઈઝરાયેલ સાથે ઊભું છે પરંતુ, શું ઈઝરાયેલ ભારત સાથે છે?' અન્ય એક યુઝરે લખ્યું કે, 'ઈઝરાયેલ ભારતનું મિત્ર છે અને મિત્રએ તો નક્શાની ચીની આવૃતિને દૂર કરવી જોઈએ.'
થોડા દિવસ પહેલા યુએનમાં ભાષણ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈરાન, ઈરાક, સિરિયા અને યેમેનને અભિશાપ જ્યારે, ઈજિપ્ત, સુદાન, સાઉદી અરેબિયા અને ભારતને આશીર્વાદ ગણાવ્યા હતા. આ દરમિયાન પેલેસ્ટાઈનના ભાગ વેસ્ટ બેંક અને ગાઝાની સાથે સિરિયાના ગોલન હાઈટ્સને ઈઝરાયેલનો ભાગ ગણાવ્યા હતા.








