VIDEO: વિશ્વના દેશો માટે ઇરાકની આકર્ષક ઓફર, ઉચ્ચ ગુણવત્તાવાળું ક્રૂડ માત્ર 3100 રૂપિયા પ્રતિ બેરલના ભાવે આપવાની જાહેરાત
સોર્સ : gstv
અમેરિકન અને ઈરાન વચ્ચેના તણાવ વચ્ચે ઇરાકે વિશ્વના દેશો માટે ક્રૂડ ઓઇલની એક આકર્ષક ઓફર રજૂ કરી છે, જેમાં હોર્મુઝ સ્ટ્રેટ ખાતે તેના ટેન્કરો દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળું બસરા ગ્રેડ ક્રૂડ માત્ર 3100 રૂપિયા પ્રતિ બેરલના ભાવે આપવાની જાહેરાત કરાઈ છે. હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રન્ટ ક્રૂડનો ભાવ અંદાજે 11 હજાર રૂપિયા હોવાથી ઇરાકની આ ઓફર ઘણી સસ્તી છે. UAE ના ઓપેકમાંથી બહાર નીકળ્યા બાદ ઇરાકને તેના ક્રૂડની નિકાસની ચિંતા છે, કારણ કે તેની 90 ટકા અર્થવ્યવસ્થા તેલ પર નિર્ભર છે. આ નિકાસ પ્રક્રિયામાં અમેરિકન કંપનીઓ હેલીબર્ટન અને SLB પણ સામેલ છે. ઇરાકને આશા છે કે અમેરિકા તેના સંભવિત ખરીદદારોને નૌકા સૈન્ય સુરક્ષા પૂરી પાડશે, જેથી આર્થિક સંકટ વચ્ચે પણ તે પોતાનો વેપાર જાળવી શકે.

