Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Iranian actress behind French President's 'slap scandal'? Sensational claim in new book

VIDEO : ફ્રાન્સના રાષ્ટ્રપતિના 'થપ્પડ કાંડ' પાછળ ઈરાની અભિનેત્રી? નવા પુસ્તકમાં સનસનાટીભર્યો દાવો

Timeછેલ્લું અપડેટ : 15 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંને તેમની પત્નીએ થપ્પડ મારી હતી અને આ ઘટનાનો વીડિયો ખુબ ચર્ચામાં રહ્યો હતો. હવે ખુલાસો થયો છે કે ઈરાની મૂળની અભિનેત્રીને કારણે મેક્રોંને આ થપ્પડ પડી હતી. વિયેતનામમાં તેમની પત્ની બ્રિજિટ મેક્રોંએ ઈરાની મૂળની અભિનેત્રીના કારણે થપ્પડ મારી હતી. આ દાવો ફ્રેન્ચ પત્રકારે તેમના નવા પુસ્તકમાં કર્યો છે. આ પુસ્તક બુધવારે પ્રકાશિત થયું હતું. પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે આ વિવાદ ઈરાની મૂળની અભિનેત્રી ગોલશિફ્તે ફરાહાની અને રાષ્ટ્રપતિ મેક્રોં વચ્ચે કથિત ચેટને કારણે થયો હતો. રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રપતિ મેક્રોં અભિનેત્રીને મેસેજ મોકલતા હતા. ઇમેન્યુઅલ મેક્રોં 25 મે 2025નાં રોજ વિયેતનામના પ્રવાસે પહોંચ્યા હતા. આ દરમિયાન હનોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ વખતે તેમની પત્ની તેમને થપ્પડ મારતી જોવા મળી હતી.

App Store