VIDEO: "મારી હત્યા થશે તો ઈરાન નકશામાંથી મિટાવી દેવાશે": ડોનાલ્ડ ટ્રમ્પનો સનસનીખેજ દાવો
સોર્સ : gstv
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેઓ લાંબા સમયથી ઈરાનના નિશાના પર છે. ટ્રમ્પે કહ્યું કે જો તેમની હત્યા કરવામાં આવશે તો ઈરાન સામે અભૂતપૂર્વ જવાબી કાર્યવાહી કરવા માટે અગાઉથી જ સૂચનાઓ આપી દેવામાં આવી છે. આ દરમિયાન ઈઝરાયલી ગુપ્તચર એજન્સીએ ઈરાન ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડી રહ્યું હોવાનો દાવો કર્યો છે, જોકે અમેરિકન એજન્સીઓએ તેની સ્વતંત્ર પુષ્ટિ કરી નથી. ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે પણ સુરક્ષા મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા થઈ છે. બીજી તરફ, ટ્રમ્પ પર હુમલાના કથિત કાવતરામાં આઠ લોકો સામે આતંકવાદ અને હત્યાની સાજિશનો કેસ નોંધાયો છે.

