Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Iran increased its military and diplomatic presence

'અમેરિકા સાથે યુદ્ધ માટે તૈયાર, ઈરાનનો વોરરૂમ એક્ટિવ'; વિદેશ મંત્રી અઘરાચી થયા સક્રિય

Timeછેલ્લું અપડેટ : 02 Feb 2026
લાઇવ ટીવીGoogle News
'અમેરિકા સાથે યુદ્ધ માટે તૈયાર, ઈરાનનો વોરરૂમ એક્ટિવ'; વિદેશ મંત્રી અઘરાચી થયા સક્રિય
સોર્સ : google

અમેરિકા સાથે અથડામણન આશંકા વચ્ચે ઈરાને  પોતાની સૈન્ય અને રાજદ્વારી હાજરી વધારી છે. ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિને આપેલા બ્રીફિંગમાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એરોસ્પેસ ફોર્સના એક વરિષ્ઠ કમાન્ડરે જણાવ્યું હતું કે, ઈરાનનો વોરરૂમ સંપૂર્ણપણે સક્રિય છે અને દેશ કોઈપણ સમયે દુશ્મનની કોઈપણ કાર્યવાહીનો નિર્ણાયક જવાબ આપવા તૈયાર છે. વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ તુર્કી, ઇજિપ્ત અને સાઉદી અરેબિયાના વિદેશમંત્રીઓ સાથે પણ વાત કરી હતી.

App Store

સંસદીય સમિતિના પ્રવક્તા ઇબ્રાહિમ રેજાઈના જણાવ્યા મુજબ, રવિવારીય બેઠકમાં કમાન્ડરે ક્ષેત્રિય હાલત, સૈન્ય ઉપસ્થિતિ અને વર્તમાન સુરક્ષા વ્યવસ્થા વિશે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. તેમણે જણાવ્યું હતું કે, સંભવિત સંઘર્ષનો સામનો કરવા માટે તમામ ઓપરેશનલ યોજનાઓ તૈયાર છે અને કોઈપણ હુમલાનો સીધો યુદ્ધના મેદાનમાં જવાબ આપવામાં આવશે.
 
કમાન્ડરે એવો પણ દાવો કર્યો હતો કે, ઈરાન તેના ગુપ્તચરો થકી અમેરિકા સહિત દુશ્મન દેશોની પ્રવૃત્તિઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે. બ્રીફિંગમાં ચેતવણી પણ આપવામાં આવી હતી કે જો અમેરિકા "મૂર્ખતાપૂર્ણ પગલું" ભરશે અને ઈરાન પર હુમલો કરશે, તો તે એક મોટા પ્રાદેશિક યુદ્ધમાં ફસાઈ જશે.ઈરાનનો દાવો છે કે સમગ્ર પ્રદેશમાં અમેરિકાના લશ્કરી અને આર્થિક હિતો તેના કાર્યકારી ક્ષેત્રમાં છે.

ઈરાને  હજુ પોતાની તાકાત દેખાડી નથી

બેઠકમાં ઈરાનની વર્તમાન મિસાઈલ ક્ષમતાઓ અને આક્રમક લશ્કરી શક્તિ અંગેનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં જણાવાયું હતું કે જૂન 2025 માં થયેલા 12 દિવસના યુદ્ધ પછી ઈરાનની લશ્કરી ક્ષમતાઓ મજબૂત થઈ છે. દેશ પાસે અત્યાર સુધી દર્શાવ્યા કરતા ઘણી વધારે ક્ષમતા છે.

ઈરાનના વિદેશ મંત્રી પ્રાદેશિક નેતાઓ સાથે વાત કરી

લશ્કરી તૈયારીઓ સાથે ઈરાને રાજદ્વારી પ્રવૃત્તિઓ પણ તીવ્ર બનાવી છે. વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ રવિવારે સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને તુર્કીના તેમના સમકક્ષો સાથે અલગ ફોન કોલ કર્યા હતા. આ ચર્ચાઓમાં પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિકાસ, ખાસ કરીને યુએસ વલણ અને સંભવિત જોખમોની ચર્ચા કરવામાં આવી હતી.

આ બધી પ્રવૃત્તિઓ એવા સમયે થઈ રહી છે જ્યારે ઈરાન અને યુએસ વચ્ચે વાણી-વર્તન તીવ્ર બની રહ્યું છે. અગાઉ ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીએ ચેતવણી આપી હતી કે, યુએસ દ્વારા શરૂ કરાયેલ કોઈપણ યુદ્ધ સમગ્ર પ્રદેશને યુદ્ધમાં ધકેલી દેશે.