VIDEO: મુસ્લિમ દેશોને એકજૂટ થવા ઈરાનની અપીલ
સોર્સ : gstv
ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ મુસ્લિમ દેશોને એકજૂટ થઈ પોતાની સુરક્ષા માટે વિદેશી તાકાતો પરની નિર્ભરતા ઘટાડવાની અપીલ કરી છે. ઈરાનની સેનાની શક્તિ અને તૈયારીઓની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે મુસ્લિમ દેશો એકસાથે ઊભા રહે તો બહારની તાકાતો તરફથી આવતા પડકારોનો સામનો કરી શકાય છે. અરાગચીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાને મક્કામાં ‘મક્કા જોઈન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટ’ નામના ત્રિપક્ષીય સંયુક્ત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ઈરાની વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પર ઈરાનના સશસ્ત્ર દળોની ક્ષમતાના વખાણ કર્યા હતા. તેમણે મુસ્લિમ દેશોને આત્મનિર્ભરતા અને ભાઈચારાની ભાવનાથી સાથે ઊભા રહેવાનો સંદેશ આપ્યો છે.

