VIDEO: બલુચિસ્તાનમાં એક શહેર ઉપર વિદ્રોહીઓનું સંપૂર્ણ નિયંત્રણ
બીજા દેશોમાં શાંતિદૂત બનવા નીકળેલું પાકિસ્તાન પોતાના જ દેશને સંભાળી શકતું નથી. બલુચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે, તેણે વિશિન જિલ્લાના સરનાન શહેર ઉપર સંપૂર્ણ કબ્જો કરી લીધો છે. અને તે ઑપરેશન દરમિયાન પોલીસ સ્ટેશન ધડાકા સાથે ઉડાડી દીધું છે.મીડીયા રિપોર્ટ વધુમાં જણાવે છે કે, સરકારી ઑફિસોમાં આગ લાગી ગઈ હતી અને કેટલાયે પોલીસો કેટલાક સમય સુધી બંદીવાન પણ રાખવામાં આવ્યા હતા. આ ઑપરેશન પછી બીએલએના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, બલુચ લિબરેશન આર્મીના સેનાનીઓએ વિશિનના સરનાન શહેર ઉપર સંપૂર્ણ કબજો જમાવી દીધો છે. અને પોલીસ સ્ટેશન અને એ.ડી.આર.એ. ઑફિસ તથા અન્ય સરકારી મકાનો કબજે કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન કેટલાયે પોલીસોને બંદીવાન બનાવ્યા હતા. પછી છોડી પણ દીધા હતા. પોલીસ સ્ટેશનમાં રહેલા શસ્ત્રો તથા દારૂગોળો જપ્ત કર્યા પછી ઇમારતને ધડાકા સાથે ઉડાડી દીધી હતી. બલુચ લિબરેશન આર્મી તેની જવાબદારી લે છે.

