ભારતના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અર્શ દલ્લાની કેનેડાની પોલીસે કરી અટકાયત

કેનેડાથી ભારત માટે મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં પોલીસે ભારતના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અર્શ દલ્લાને કસ્ટડીમાં લીધો છે. પંજાબમાં ટાર્ગેટ કિલિંગમાં સામેલ ગેંગસ્ટર અર્શ દલાની કેનેડિયન પોલીસે અટકાયત કરી છે.
કેનેડાની પોલીસે ભારતના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અર્શ દલ્લાને કસ્ટડીમાં લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેનેડામાં 27-28 નવેમ્બરે થયેલા ગોળીબારના સંબંધમાં તેની અટકાયત કરવામાં આવી છે, જેમાં તે પોતે પણ હાજર હતો.
કેનેડાની હેલ્ટન પ્રાદેશિક પોલીસ સેવા (HRPS) ગયા સોમવારે સવારે મિલ્ટનમાં થયેલા ગોળીબારની તપાસ કરી રહી છે. આ સંબંધમાં તેની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.
ભારતીય સુરક્ષા એજન્સીઓ અનુસાર, ગેંગસ્ટર અર્શ દલ્લા ભારતમાંથી ફરાર થયા બાદ તેની પત્ની સાથે કેનેડામાં રહે છે. પંજાબના ફરીદકોટમાં રવિવારે સવારે તેના બે સાગરિતોની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ ગુરૃઓ ગુરપ્રીત સિંહ હત્યા કેસમાં સંડોવાયેલા છે. આ બંને શૂટરોએ ગેંગસ્ટર અર્શ દલ્લાના કહેવા પર ગ્વાલિયરમાં જસવંત સિંહ ગિલની પણ હત્યા કરી હતી. પંજાબ પોલીસના ડીજીપીએ આ જાણકારી આપી છે.

