Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : India's jaw-dropping response to Canada's accusation against Home Minister Shah

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અંગે કેનેડાના આરોપો પર ભારતે વ્યક્ત કર્યો ઉગ્ર વિરોધ, રાજદૂતને બોલાવીને આપ્યો ઠપકો

Timeછેલ્લું અપડેટ : 02 Nov 2024
લાઇવ ટીવીGoogle News
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અંગે કેનેડાના આરોપો પર ભારતે વ્યક્ત કર્યો ઉગ્ર વિરોધ, રાજદૂતને બોલાવીને આપ્યો ઠપકો

કેનેડાએ ભારતના ગૃહ મંત્રી અમિત શાહ પર કેનેડાએ ગંભીર આરોપ લગાવ્યા હતા. જેના પર આજે ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે, કે 'શુક્રવારે કેનેડા હાઇકમિશનના અધિકારીને બોલાવીને નિરાધાર આરોપો પર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.' 

App Store

ખાલિસ્તાની ગતિવિધિ મુદ્દે કેનેડા અને ભારત વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. એવામાં કેનેડાના મંત્રી ડેવિડ મોરિસને ગૃહ મંત્રી અમિત શાહ પર આરોપ લગાવ્યો હતો. ડેવિડનો આરોપ હતો કે ગૃહ મંત્રી અમિત શાહના આદેશ પર ખાલિસ્તાની આતંકવાદીને મારવામાં આવ્યો હતો. એવામાં ભારતે જવાબ આપતા કહ્યું છે કે આ પ્રકારના આરોપ તદ્દન નિરાધાર અને બકવાસ છે. 

નોંધનીય છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના કારણે ભારત અને કેનેડા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. 18 જૂન 2023ના રોજ કેનેડામાં હરદીપની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડાના વડાપ્રધાન ટ્રુડોનો આરોપ છે કે ભારત સરકાર તથા સરકારના અધિકારીઓ આ હત્યામાં સામેલ હતા. જોકે ભારત સતત આ આરોપોને નકારી રહ્યું છે. 

આ મહિને જ કેનેડાએ આરોપ લગાવ્યા કે ભારતના ડિપ્લોમેટ્સ હરદીપની હત્યામાં સામેલ હતા. જે બાદ ભારતે હાઇકમિશનર સંજય કુમાર વર્મા તથા અન્ય 6 ડિપ્લોમેટ્સને ભારત પરત બોલાવી લીધા હતા.