VIDEO: વિશ્વના નવા નકશાને ભારતે આપ્યો ટેકો, પણ કાશ્મીર-લદાખ મુદ્દે સંયુક્ત રાષ્ટ્રને આપી કડક ચેતવણી!
સોર્સ : gstv
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વિશ્વના સાચા ક્ષેત્રફળ દર્શાવતા નવા નકશાના પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેના સમર્થનમાં ભારતે મતદાન કર્યું છે. ૧૬મી સદીના મર્કેટર નકશામાં ઉત્તરીય દેશો મોટા અને આફ્રિકા-દક્ષિણ એશિયા નાના દેખાતા હતા, આ અસમાનતા દૂર કરવા આફ્રિકાની આગેવાનીમાં 'કરેક્ટ ધ મેપ' પ્રસ્તાવ પસાર કરાયો છે. આ પ્રસ્તાવ 'ઇક્વલ અર્થ પ્રોજેક્શન' જેવા સંતુલિત નકશાના ઉપયોગને પ્રોત્સાહિત કરે છે. ભારતે ટેકો આપવાની સાથે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જમ્મુ-કાશ્મીર અને લદાખ સહિતના ભારતના સાર્વભૌમ ક્ષેત્રોનું નિરૂપણ માત્ર દેશના સત્તાવાર નકશા મુજબ જ થવું જોઈએ, જેમાં કોઈપણ પ્રકારનું ભ્રામક ચિત્રણ ચલાવી લેવામાં આવશે નહીં અને સરહદો બાબતે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.

