VIDEO: મોદી-ટ્રમ્પ વચ્ચે ટ્રેડ-સંરક્ષણ-ટેકનોલોજી મુદ્દે મહત્વપૂર્ણ ટેલિફોનિક વાતચીત
સોર્સ : gstv
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બુધવારે ટેલિફોનિક વાતચીત થઈ હતી. બંને નેતાઓએ વેપાર, સંરક્ષણ, ઊર્જા અને મહત્વપૂર્ણ ટેક્નોલોજી સહિત દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રોની સમીક્ષા કરી હતી. વડાપ્રધાન મોદીએ વાતચીતને સાર્થક ગણાવી હતી અને ભારત-અમેરિકાની વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે નજીકનો સંપર્ક જાળવી રાખવા સહમતી થઈ હોવાનું જણાવ્યું હતું. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. વૈશ્વિક શાંતિ અને સુરક્ષાને આગળ વધારવાના પ્રયાસો અંગે પણ બંને વચ્ચે વિચારવિમર્શ થયો હતો.

