VIDEO: આતંકવાદ પર સંવેદનશીલતા નથી તો સંબંધો પર પડશે અસર: એસ. જયશંકરનુ અમેરિકા અંગે નિવેદન
સોર્સ : gstv
વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા પ્રવાસ દરમિયાન ભારત-અમેરિકા સંબંધોમાં વિતેલા દોઢ વર્ષથી ચાલી રહેલા તણાવ પર ખુલીને વાત કરી. એશિયા સોસાયટીના એક કાર્યક્રમમાં તેમણે સ્પષ્ટ કર્યું કે વેપાર મતભેદ અને પાકિસ્તાન પોષિત આતંકવાદ, બંને મુદ્દા ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે સંકેત આપ્યો કે જો ભાગીદાર દેશો ભારતની મુખ્ય સંવેદનાઓનું ધ્યાન નહીં રાખે તો તેની અસર દ્વિપક્ષીય સંબંધો પર પડશે. તેમણે જણાવ્યું કે, એકબીજાની સંવેદનાઓનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે. ભારત માટે આતંકવાદનો મુદ્દો ખૂબ સંવેદનશીલ છે. પડોશી દેશ દ્વારા પ્રાયોજિત આતંકવાદનો ભારતે જેવો સામનો કર્યો છે, તેવો ખૂબ ઓછા દેશોએ કર્યો છે. જે મુદ્દો આપણા માટે આટલો મહત્વપૂર્ણ છે, જો કોઈ ભાગીદાર આપણી મુખ્ય ચિંતાઓનું ધ્યાન નહીં રાખે, તો તેની અસર સંબંધો પર ચોક્કસ પડશે.

