VIDEO: નુવાકોટમાં રાહત સામગ્રી માટે હેલિકોપ્ટર
સોર્સ : gstv
નેપાળના નુવાકોટ જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે. બિદુર સ્થિત આર્મી કેમ્પ પરથી હેલિકોપ્ટરની અવરજવર વધી છે. પૂરથી અસરગ્રસ્ત અને સંપર્કવિહોણા વિસ્તારોમાં જરૂરી રાહત સામગ્રી પહોંચાડવા માટે હેલિકોપ્ટર દ્વારા વારંવાર ઉડાન ભરવામાં આવી રહી છે. આર્મી કેમ્પ પરથી ખાદ્ય સામગ્રી, પાણી, દવાઓ અને અન્ય જરૂરી વસ્તુઓ અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચાડવામાં આવી રહી છે. મુશ્કેલ ભૂગોળ અને રસ્તાઓને થયેલા નુકસાનને કારણે હવાઈ માર્ગે રાહત પહોંચાડવામાં આવી રહી છે. હેલિકોપ્ટરની સતત અવરજવરથી અસરગ્રસ્ત પરિવારો સુધી સમયસર મદદ પહોંચાડવાના પ્રયાસો તેજ બન્યા છે. આર્મીની ટીમો સમગ્ર કામગીરી પર નજર રાખી રહી છે.

