VIDEO: ટ્રમ્પના કેલિફોર્નિયા પ્રવાસ પહેલાં ગોલ્ફ ક્લબ પાસેથી હથિયાર સાથે શંકાસ્પદ શખ્સની ધરપકડ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કેલિફોર્નિયા પ્રવાસ અગાઉ લોસ એન્જિલસ નજીક આવેલા 'ટ્રમ્પ નેશનલ ગોલ્ફ ક્લબ' બહારથી એક શંકાસ્પદ વ્યક્તિની હથિયાર સાથે ધરપકડ કરાઈ છે. કેલિફોર્નિયાના ડાઉની વિસ્તારના ૩૮ વર્ષીય જીનિન જોન ટેલે નામના આ શખ્સની કારમાંથી પિસ્તોલ અને પ્રતિબંધિત આર્મર-પિયર્સિંગ ગોળીઓ મળી આવી હતી. આરોપી ગોલ્ફ ક્લબ પરિસરમાં ફોટો-વિડિયો બનાવી સુરક્ષા ગતિવિધિઓ પર નજર રાખી રહ્યો હતો.આ મામલે એફબીઆઈની જોઈન્ટ ટેરરિઝમ ટાસ્ક ફોર્સ અને અમેરિકી સિક્રેટ સર્વિસ સંયુક્ત રીતે તપાસ કરી રહી છે. ટ્રમ્પ આ અઠવાડિયે રિપબ્લિકન નેશનલ કમિટીના ફંડરેઝિંગ ડિનરમાં સામેલ થવાના છે, જેથી આ ઘટનાને સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત ગંભીર માનવામાં આવી રહી છે. અગાઉના હુમલાના પ્રયાસોને ધ્યાનમાં રાખીને સિક્રેટ સર્વિસ દ્વારા સમગ્ર વિસ્તારમાં સુરક્ષા પ્રોટોકોલ ખૂબ જ કડક કરી દેવામાં આવ્યા છે.

