VIDEO: ગૂગલનું કોડિંગમાં પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 3.7 ફ્લેશ લોન્ચ
ગૂગલે નવું જેમિની ૩.૭ ફ્લેશ એઆઈ મોડલ લોન્ચ કર્યું છે. આ મોડલ સોફ્ટવેર કોડિંગ, વેબ ડેવલપમેન્ટ અને ઓટોનોમસ એઆઈ એજન્ટ્સ જેવા કામ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. ગૂગલનું કહેવું છે કે, નવા મોડલમાં મલ્ટી-સ્ટેપ પ્લાનિંગ, ઈન્ટ્રક્શન ફોલોવિંગ અને કોડ જનરેશનમાં અગાઉના મોડલ જેમિની ૩.૬ ફ્લેશની સરખામણીમાં સુધારો કરવામાં આવ્યો છે. ૩.૬ ફ્લેશ ત્રણ અઠવાડિયા પહેલા જ લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમિની ૩.૭ ફ્લેશને કોડિંગ જેવા જટિલ કામ માટે સુધારવામાં આવ્યું છે. તેમાં ડીબગિંગ, સોફ્ટવેર ઈશ્યુ ઉકેલવા અને પ્રોડ્કશન રેડી કોડ તૈયાર કરવાની ક્ષમતા વધુ સારી છે. ગૂગલના બેન્ચમાર્ક મુજબ, નવા મોડલના સ્કોરમાં વધારો થયો છે. નવું મોડલ વેબ ડેવલપમેન્ટ માટે અને યુઆઈ ડિઝાઈન માટે વધુ સક્ષમ બનાવાયું છે. ગૂગલ ૩.૭ ફ્લેશ ઓછા પ્રોમ્પ્ટ્સમાં વધુ ફંક્શનલ લેઆઉટ અને ફિચર-કમ્પ્લિટ વેબ એપ્સ બનાવી શકે છે. ફાઈનાન્સ, લો અને બાયોસાયન્સ જેવા સેક્ટરમાં કામ કરવા અને ડોક્યુમેન્ટસ સમજવા તેમાં સુધારો કરવામાં આવ્યો છે.

