Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : "Give me the most beautiful woman, or else..." Ugandan army chief's brazen threat

"સૌથી સુંદર સ્ત્રી મને સોંપો, નહીંતર..." યુગાન્ડાના આર્મી ચીફની ન્યૂક્લિયર તાકાત ધરાવતા દેશને નિર્લજ્જ ધમકી

Timeછેલ્લું અપડેટ : 13 Apr 2026
લાઇવ ટીવીGoogle News
"સૌથી સુંદર સ્ત્રી મને સોંપો, નહીંતર..." યુગાન્ડાના આર્મી ચીફની ન્યૂક્લિયર તાકાત ધરાવતા દેશને નિર્લજ્જ ધમકી
સોર્સ : GSTV

આજના આધુનિક યુગમાં જ્યાં ડિપ્લોમેસી અને સન્માનની વાતો થાય છે, ત્યાં યુગાન્ડાના આર્મી ચીફ મુહુઝી કૈનેરુગાબા (Muhoozi Kainerugaba) એ એક એવું નિવેદન આપ્યું છે જે કોઈ બોલીવુડ ફિલ્મની જૂની સ્ક્રિપ્ટ જેવું લાગે છે. મુહુઝી, જે યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીના પુત્ર છે, તેમણે નાટો (NATO) સભ્ય અને ન્યૂક્લિયર તાકાત ધરાવતા દેશ તુર્કીને ખુલ્લેઆમ ધમકી આપી છે.

App Store

તુર્કીને 30 દિવસનું અલ્ટીમેટમ: શું છે સમગ્ર વિવાદ?

11 એપ્રિલ 2026 ના રોજ મુહુઝી કૈનેરુગાબાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક અત્યંત વિવાદાસ્પદ પોસ્ટ કરી. તેમણે લખ્યું કે: "તુર્કીએ અમને 1  અબજ ડોલર આપવા જોઈએ અથવા તે દેશની સૌથી સુંદર મહિલાને મારી પત્ની બનાવવા માટે મને સોંપવી જોઈએ. જો 30 દિવસમાં આ માંગ પૂરી નહીં થાય, તો અમે તુર્કી સાથેના રાજદ્વારી સંબંધો તોડી નાખીશું અને તેમનું દૂતાવાસ બંધ કરી દઈશું."Muhoozi Kainerugaba makes an offer that he hopes Turkey cant refuse. (Image: X/@mkainerugaba)

Muhoozi Kainerugaba's post on X. (@mkainerugaba/X)

Muhoozi Kainerugaba's post on X. (@mkainerugaba/X)

મુહુઝીએ આ માંગણી પાછળ તર્ક આપ્યો કે યુગાન્ડા સોમાલિયામાં આતંકવાદ વિરોધી લડાઈમાં મદદ કરી રહ્યું છે, તેથી તુર્કીએ 'સિક્યોરિટી ડિવિડન્ડ' (સુરક્ષાનો હિસ્સો) ચૂકવવો જોઈએ.

કોણ છે આ 'ટ્વીટિંગ જનરલ' મુહુઝી?

મુહુઝી કૈનેરુગાબા માત્ર આર્મી ચીફ નથી, પરંતુ યુગાન્ડાના રાષ્ટ્રપતિના મોટા પુત્ર છે અને દેશના સંભવિત ભાવિ રાષ્ટ્રપતિ માનવામાં આવે છે.

  • જન્મ અને શિક્ષણ: 1974 માં જન્મેલા મુહુઝીએ બ્રિટનની પ્રતિષ્ઠિત સેન્ડહર્સ્ટ મિલિટરી એકેડમીમાંથી તાલીમ લીધી છે.

  • લશ્કરી કારકિર્દી: 1999 માં સેનામાં જોડાયા બાદ તેઓ ઝડપથી પ્રગતિ કરી માર્ચ 2024 માં ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ બન્યા.

  • વિવાદો સાથે નાતો: તેઓ પોતાની વિવાદાસ્પદ ટ્વીટ્સ માટે જાણીતા છે, જેના કારણે અગાઉ પણ અનેક દેશો સાથે સંબંધો વણસ્યા છે.

મુહૂઝીની પત્ની કોણ છે?

મુહૂઝીએ 1999 માં શાર્લોટ નાનકુંડા કુટેસા સાથે લગ્ન કર્યા. શાર્લોટ એક રાજકીય પરિવારમાંથી આવે છે; તેના પિતા, સેમ કુટેસા, યુગાન્ડાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન છે. શાર્લોટ અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે અને તેને શાંત સ્વભાવની મહિલા માનવામાં આવે છે. તેના ત્રણ બાળકો છે.

શાર્લોટ સામાન્ય રીતે જાહેર જીવનથી દૂર રહે છે અને તેના પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ક્યારેક ક્યારેક, તે ખાસ પ્રસંગોએ તેના પતિ સાથે જોવા મળે છે. તુર્કી અંગે મુહૂઝીની ટિપ્પણી બાદ, લોકો હવે તેના ખાનગી જીવન અંગે પણ પ્રશ્નો ઉભા કરી રહ્યા છે.

મહિલા વિરોધી માનસિકતા: અગાઉ પણ આપ્યા છે આવા નિવેદનો

મુહુઝીના આ નિવેદનને દુનિયાભરમાં મહિલા વિરોધી ગણાવવામાં આવી રહ્યું છે. જોકે, આ તેમનો પહેલો ગુનો નથી:

  1. જિયોર્જિયા મેલોની: અગાઉ તેમણે ઇટાલીના વડાપ્રધાન જિયોર્જિયા મેલોની સાથે લગ્ન કરવાના બદલામાં 100  ગાયો આપવાની ઓફર કરી હતી.

  2. મહિલા સૈનિકો પર ટિપ્પણી: તેમણે મહિલા સૈનિકોને ટ્રાઉઝર પહેરવાની મનાઈ કરી હતી અને સ્કર્ટ પહેરીને માર્ચ કરવાનું કહ્યું હતું.

  3. ફિગર પર ટિપ્પણી: તેમણે યુગાન્ડાની મહિલાઓ વિશે કહ્યું હતું કે, "જે મહિલાઓ પુરુષો જેવી દેખાય છે અને તેમનું ફિગર નથી, તેમને અમે જેલમાં નાખીશું. આ દેશના ભવિષ્ય માટે છે."

પરિવાર અને નેપોટિઝમના આક્ષેપો

મુહુઝીના પિતા યોવેરી મુસેવેની 1986 થી યુગાન્ડાની સત્તા પર છે. આલોચકોનું કહેવું છે કે મુહુઝીની સફળતા તેમની કાબિલિયતને કારણે નહીં પણ તેમના પિતાના પદને કારણે છે. જોકે, યુગાન્ડામાં તેમની લોકપ્રિયતા માત્ર 35 % આસપાસ છે, જે તેમના પિતા (54 %) કરતા ઘણી ઓછી છે.

મુહૂઝી લશ્કરી વિષયો પર પુસ્તકોના ઉત્સાહી વાચક છે અને 2010 માં, તેમણે *યુગાન્ડાના પ્રતિકારના યુદ્ધો* નામનું પુસ્તક લખ્યું. તેમના સમર્થકો તેમને એક હિંમતવાન, સમસ્યાનું નિરાકરણ કરનાર નેતા માને છે જે લોકો સાથે સારી રીતે જોડાય છે. જોકે, ટીકાકારો દલીલ કરે છે કે તેમનું સમગ્ર કદ તેમના પિતાને આભારી છે અને તેઓ નેપોટિઝમ નું ઉત્તમ ઉદાહરણ છે.

તુર્કીનો પ્રતિસાદ અને કૂટનીતિક સંકટ

આ સમાચાર વાયરલ થયા બાદ તુર્કી તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા હજુ સુધી નથી આવી, પરંતુ આંતરરાષ્ટ્રીય કૂટનીતિના નિષ્ણાતો માને છે કે આ પ્રકારના નિવેદનો આફ્રિકન દેશોની છબી ખરડાય છે. લોકો સોશિયલ મીડિયા પર મુહુઝીની મજાક ઉડાવતા લખી રહ્યા છે કે, "પત્ની શોધવા માટે ટિન્ડરનો ઉપયોગ કરો, આંતરરાષ્ટ્રીય સંબંધો બગાડવાની જરૂર નથી."

મુહુઝી કૈનેરુગાબાની આ હરકત માત્ર એક મજાક છે કે કોઈ ગંભીર વ્યૂહાત્મક ભૂલ, તે તો સમય જ કહેશે. પરંતુ એક જવાબદાર લશ્કરી પદ પર બેઠેલી વ્યક્તિ જ્યારે મહિલાઓ અને અન્ય રાષ્ટ્રો પ્રત્યે આવું વલણ દાખવે, ત્યારે તે દેશના ભવિષ્ય સામે અનેક પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કરે છે.