VIDEO: યુદ્ધનું સૌથી દુઃખદ દૃશ્ય, એક સાથે 165 બાળકીઓના નીકળ્યા જનાજા
અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે ઈરાનને ખેદાનમેદાન કરી દીધું છે
અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે ઈરાનને ખેદાનમેદાન કરી દીધું છે. ઈરાને પણ સામે જવાબી કાર્યવાહી કરી છે. ઈઝરાયલે કાર્યવાહી કરતાં ઈરાનના મીનાબમાં એક સ્કૂલ પર હુમલો કર્યો હતો. જેમાં 160થી વધુ સ્કૂલની છોકરીઓના મોત થયા હતા. આજે આ છોકરીઓના જનાજાની નમાજ પઢીને દફનવિધિ કરવામાં આવી.
જ્યારે ઈરાનમાં આજે આ છોકરીઓની શબપેટીઓ એકસાથે ગોઠવવામાં આવી ત્યારે આખું શહેર શોકમાં ડૂબી ગયું હતું. અંતિમયાત્રાની નમાઝ માટે હજારો લોકો ભેગા થયા હતા. મીનાબ શહેરમાં જ સામૂહિક અંતિમયાત્રાની નમાઝ યોજાઈ હતી. શહેરના મુખ્ય ચોક અને આસપાસની મસ્જિદોમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
આ દરમિયાન એક સાથે આ બાળકીઓના જનાજા (અંતિમયાત્રા) એક સાથે નીકળ્યા હતા. આ બાળકીઓ માટે સમૂહમાં નમાજ એ જનાજા પઢવામાં આવી અને તેમના મૃતદેહોને દફનાવવામાં આવ્યા હતા. સ્થાનિકો તેમજ આસપાસના વિસ્તારોના લોકો આ જનાજામાં જોડાયા હતા.
મધ્ય પૂર્વ યુદ્ધ દરમિયાન તેહરાન અને લેબનોન પર હુમલા
એ નોંધવું જોઈએ કે 28 ફેબ્રુઆરીના રોજ, ઈરાનના દક્ષિણ પ્રાંત હોર્મોઝગનના મીનાબમાં એક શાળા પર હુમલો થયો હતો, જેમાં 165 છોકરીઓના મોત થયા હતા. આજે આ છોકરીઓની અંતિમયાત્રા (જનાજો) ઢવામાં આવી હતી અને તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.






