Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Former Pakistani military officer claims Asim Munir was behind the Pahalgam terror attack

'ISIએ રોક્યા પણ પાક આર્મી ચીફે પહેલગામમાં હુમલાના આદેશ આપ્યા', પાક.આર્મીના પૂર્વ અધિકારીનો મોટો દાવો

Timeછેલ્લું અપડેટ : 03 May 2025
લાઇવ ટીવીGoogle News
'ISIએ રોક્યા પણ પાક આર્મી ચીફે પહેલગામમાં હુમલાના આદેશ આપ્યા', પાક.આર્મીના પૂર્વ અધિકારીનો મોટો દાવો

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલાને લઇને મોટો ખુલાસો થયો છે. પાકિસ્તાનના પૂર્વ મિલિટ્રી અધિકારી આદિલ રાજાએ મોટો દાવો કર્યો છે. પાકિસ્તાનના પૂર્વ મિલિટ્રી અધિકારીના જણાવ્યા અનુસાર, 'પહેલગામ આતંકી હુમલા પાછળ પાકિસ્તાનના આર્મી પ્રમુખ આસિમ મુનીરનો હાથ છે. મુનીરે પોતાના અંગત હિતો માટે હુમલો કરાવ્યો છે, તેમને ISIએ રોક્યા હતા પણ આસિમ મુનીર માન્યા નહતા.'

App Store

આદિલ રજાએ કહ્યું, "આસીમ મુનીરના નેતૃત્ત્વમાં પાકિસ્તાની સેના પહેલગામ આતંકી હુમલાનું ષડયંત્ર રચ્યા બાદ હતાશ અને ગભરાયેલી છે. આ હુમલા બલુચિસ્તાનમાં વિદ્રોહીઓ માટે કથિત ભારતીય સમર્થનના જવાબમાં કરવામાં આવ્યો છે." આદિલ રજાએ એમ પણ જણા્વયું કે હુમલા દ્વારા આસિમ મુનીર ખુદને એક મજબૂત નેતા તરીકે રજૂ કરવા માંગે છે.

આસિમ મુનીરે શું કહ્યું હતું?

મહત્ત્વપૂર્ણ છે કે પહેલગામમાં થયેલા આતંકી હુમલાના 5 દિવસ પહેલા જ પાકિસ્તાની સેનાના પ્રમુખ આસિમ મુનીરે હિન્દૂઓ વિરૂદ્ધ ઝેર ઓક્યું હતું. આસિમ મુનીરે પાકિસ્તાનમાં એક કાર્યક્રમ દરમિયાન ભાષણ આપતા કહ્યું હતું કે પાકિસ્તાની હિન્દૂઓથી પુરી રીતે અલગ છે. આસિમે કહ્યું હતું કે તેમની સંસ્કૃતિ, વિચારવાની રીત, ધર્મ બધુ કેટલાક હિન્દૂઓથી અલગ છે. કાશ્મીરનો ઉલ્લેખ કરતા આસિમ મુનીરે કહ્યું હતું,"કાશ્મીર આપણી નશોમાં દોડે છે. અમે તેને ક્યારેય નહીં ભૂલીયે." મહત્ત્વપૂર્ણ છે કે આ નફરતી ભાષણના 5 દિવસ બાદ જ 22 એપ્રિલે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોને ધર્મ પૂછીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. 

આ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર કેટલાક પ્રતિબંધ લગાવ્યા છે. ભારત અને પાકિસ્તાનના સંબંધો વધારે બગડ્યા છે. ભારતે સિંધુ જળ સંધિ રદ કરી નાખી છે. આ સિવાય પાકિસ્તાન સાથે થતા તમામ વ્યવહાર બંધ કરી દીધા છે.

 

ટોપિક્સ:pahalgam attack