પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાનને 17 વર્ષની જેલની સજા ફટકારી, બુશરાબીબીને પણ એટલી જ સજા

પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાનની મુશ્કેલીઓમાં હજુ એકવાર વધારો થયો છે. ભ્રષ્ટાચારના કેસમાં કોર્ટે ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને 17 વર્ષની જેલની સજા ફટકારી છે. ઇમરાન ખાન પહેલેથી જ જેલમાં છે. લાંબા સમયથી જેલ પ્રશાસને તેમના પરિવારને મળવા પર પ્રતિબંધ મૂક્યો હતો. કોર્ટે હવે ઇમરાન ખાન સાથે તેમની પત્નીને સજા ફટકારી છે.
પાકિસ્તાનના સ્થાનિક અખબારના અહેવાલ મુજબ, ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA)ની એક ખાસ કોર્ટે શનિવારે તોશાખાના-2 કેસમાં PTIના સ્થાપક ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને 17-17 વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે બંને પર 1.64 કરોડ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.આ કેસ અલ-કાદિર ટ્રસ્ટ સાથે 190 મિલિયન પાઉન્ડના છેતરપિંડીનો છે. કોર્ટે જમીન જપ્ત કરવાનો પણ આદેશ આપ્યો છે.
ઇમરાન ખાનને કુલ 17 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની કલમ 409 (વિશ્વાસઘાતનો ગુનાહિત ભંગ) હેઠળ 10 વર્ષની સખત કેદ અને કલમ 5(2)47 (જાહેર સેવકો દ્વારા ગુનાહિત ગેરવર્તણૂક) હેઠળ 7 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. બુશરા બીબીને પણ આ જ કલમો હેઠળ કુલ 17 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.
આ કેસ મે 2021 માં સાઉદી ક્રાઉન પ્રિન્સ દ્વારા ઇમરાન ખાનને તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન ભેટમાં આપેલા મોંઘા બલ્ગારી જ્વેલરી સેટને ખૂબ જ ઓછી કિંમતે ખરીદવા સાથે સંબંધિત છે. કોર્ટનો નિર્ણય સ્પેશિયલ જજ સેન્ટ્રલ શાહરુખ અર્જુમંદ દ્વારા રાવલપિંડીની અદિયાલા જેલમાં યોજાયેલી સુનાવણી દરમિયાન આપવામાં આવ્યો હતો, જ્યાં ઇમરાન ખાન હાલમાં કેદ છે.

