VIDEO: અફઘાનિસ્તાનમાં તાલિબાનને સત્તામાં પાંચ વર્ષ પૂરા થયા, અત્યાચાર યથાવત
સોર્સ : gstv
અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યાને પાંચ વર્ષ પૂરા થઈ ચૂક્યા છે, પરંતુ આ શાસન સામેનો વિરોધ હવે કોઈ એક નિશ્ચિત મોરચા કે નેતૃત્વ સુધી મર્યાદિત રહ્યો નથી. ઓગસ્ટ ૨૦૨૧માં પાછલી સરકારના પતન બાદ અનેક નવા જૂથો ઉભરી આવ્યા છે. અલગ અલગ નામો અને બેનરો હેઠળ સક્રિય થયેલા આ સશસ્ત્ર જૂથોએ અફઘાનિસ્તાનના અનેક પ્રાંતોમાં સરકારી દળો પર થયેલા હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. ખાસ કરીને તાજેતરના મહિનાઓમાં આ વિરોધી જૂથોની સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ પરની સક્રિયતા તેમજ હાજરીમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

