VIDEO: યુએસ એરબેઝ પાસેથી પાંચ શકમંદોની ધરપકડ
બ્રિટીશ પોલીસે અમેરિકી એરબેઝ નજીક શંકાસ્પદ વિસ્ફોટક અને આતંકવાદી પ્રવૃત્તિઓના આરોપસર બ્રિટિશ પોલીસે રવિવારે મોડી રાત્રે પાંચ પુરુષોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઈરાન પર હુમલા માટે ઉપયોગમાં લેવાતા ઈંગ્લેન્ડના RAF ફેરફોર્ડ એરફીલ્ડ તરફ ત્રણ શંકાસ્પદ વેન જઈ રહી હોવાની માહિતી મળતા જ સશસ્ત્ર અધિકારીઓએ પાંચેય શકમંદોને ઝડપી લીધા હતા. આતંકવાદ વિરોધી ટીમના સિનિયર નેશનલ કોઓર્ડિનેટર વિકી એવાન્સે જણાવ્યું કે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા વાહનોની તપાસ દરમિયાન એરબેઝની આસપાસ 400 મીટરનો વિસ્તાર સીલ કરીને સ્થાનિક લોકોનું સ્થળાંતર કરાયું હતું. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજો પર હુમલો કરતા ઈરાની મિસાઈલ સાઈટ્સ પર એરસ્ટ્રાઈક માટે બ્રિટન સરકારે આ એરબેઝના ઉપયોગની અમેરિકાને મંજૂરી આપી છે. વડાપ્રધાન એન્ડી બર્નહામ સમગ્ર ઘટનાક્રમ પર સતત નજર રાખી રહ્યા છે.

