VIDEO: ચીનમાં એવરગ્રાન્ડેના સ્થાપકને આજીવન કેદની સજા ફટકારાઈ
સોર્સ : gstv
ચીનની નાદારી નોંધાવનારી દેશની સૌથી મોટી રિયલ્ટી કંપની એવરગ્રાન્ડે ગુ્રપના વડા ઝુ ઝિયાયિનને ચીનની કોર્ટે અનેકવિધ ગુનાના આરોપમાં આજીવના કેદની સજા ફટકારી છે અને તેની બધી જ વ્યક્તિગત સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. એવરગ્રાન્ડે ગુ્રપે નાદારી નોંધાવતા ચીનમાં અમેરિકા જેવી સબપ્રાઇમ એટલે કે મોર્ગેજ કટોકટી આવી હતી અને રિયલ્ટી માર્કેટમાં કડાકો બોલ્યો હતો. શેન્ઝેન ઇન્ટરમીડિયેટ પીપલ્સ કોર્ટે ઝુ ઝિયાયિયને ૮.૮૨ અબજ યુઆનનો દંડ ફટકાર્યો હતો અને એવરગ્રાન્ડ ગુ્રપના ઓનશોર ઓપેરટિંગ યુનિટ હેંગડા રિયલ એસ્ટેટને સાત અબજ યુઆન એટલે કે એક અબજ ડોલદનો દંડ ફટકાર્યો હતો. હુઈ કા યાન તરીકે જાણીતા ૬૭ વર્ષના શુને હવે બધા રાજકીય અધિકારોથી વંચિત કરી દેવાયા છે. તે કોર્પોરેટ એસેટ્સમાં ઉચાપત અને લાંચના કેસમાં પણ દોષિત ઠર્યા હતા.

