Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : European Union's open warning to Trump over tariff war

યુરોપિયન યુનિયનની ટેરિફ વોર મામલે ટ્રમ્પને ખુલ્લી ચેતવણી, અમેરિકાને તેની જ ભાષામાં જવાબ આપીશું

Timeછેલ્લું અપડેટ : 13 Mar 2025
લાઇવ ટીવીGoogle News
યુરોપિયન યુનિયનની ટેરિફ વોર મામલે ટ્રમ્પને ખુલ્લી ચેતવણી, અમેરિકાને તેની જ ભાષામાં જવાબ આપીશું

યુરોપીયન યુનિયને જાહેરાત કરી હતી કે તે ટ્રમ્પ વહીવટીતંત્રએ બધા જ પ્રકારના સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા ટેરિફ નાખ્યો તેના જવાબમાં અમેરિકન ઇન્ડસ્ટ્રીયલ અને એગ્રી પ્રોડક્ટ્સ પર નવો વેરો લાદશે. વિશ્વના સૌથી મોટા ટ્રેડિંગ બ્લોક યુરોપીયન યુનિયનને આની અપેક્ષા તો હતી જ અને તેથી તે તેના માટે પહેલેથી જ તૈયારી કરી રહ્યું હતું. 

App Store

અમેરિકન ઇન્ડસ્ટ્રીયલ અને એગ્રી પ્રોડક્ટ્સ પર નવો વેરો લાદશે

ગયા મહિને અમેરિકાએ યુરોપને ચેતવણી આપી હતી કે યુરોપે ભવિષ્યમાં તેની સુરક્ષાની ચિંતા જાતે કરવાની આવશે. આ બતાવે છે કે બંને વચ્ચેના સંબંધ કેટલા વણસી ગયા છે. ઇયુ દ્વારા લેવામાં આવનારા પગલાઓમાં ફક્ત સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટ જ નહીં પણ ટેક્સ્ટાઇલ્સ, હોમ એપ્લાયન્સીસ અને કૃષિ માલસામગ્રીનો સમાવેશ થાય છે. અમેરિકાની મોટરસાઇકલ્સ, બૌર્બન, પીનોટ બટર અને જીન્સ પર પણ તે વળતો વેરો નાખીને 26 અબજ યુરો (28અબજ ડોલર) વસૂલશે. ઇયુએ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં પણ ટેરિફનો સામનો કર્યો હતો.

ટેરિફ રિપબ્લિકન રાજ્યોમાં બનતા સામાનને જ લાગશે

ઇયુ દ્વારા લાદવામાં આવેલી જકાતોનું ધ્યેય અમેરિકામાં પ્રેશર પોઇન્ટ્સને દબાવવાનું છે, જેથી યુરોપને લઘુત્તમ નુકસાન થાય. તેમા પણ યુરોપીયન યુનિયન દ્વારા લાદવામાં આવારા ટેરિફ રિપબ્લિકન રાજ્યોમાં બનતા સામાનને જ લાગશે. તેના લીધે સ્પીકર માઇક જહોન્સનના  સોયાબીન્સની સાથે કેન્સાસ અને નેબ્રાસ્કામાં બીફ અને પોલ્ટ્રી પર પણ અસર પડશે. અલ્બામા, જ્યોર્જિયા અને વર્જિનિયામાં બનતી પેદાશોનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે.