Diwali 2024/ વગર ફટાકડાએ વિદેશમાં વસતા ભારતીયો કેવી રીતે ઉજવે છે દિવાળી?

દિવાળીએ ભારતની સૌથી ભવ્ય અને પ્રખ્યાત તહેવાર છે, જે સમગ્ર દેશમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ તહેવાર ન કેવળ પ્રકાશ અને મીઠાઇઓથી ભરેલો હોય છે, પણ તેનું સામાજિક અને ધાર્મિક મહત્ત્વ પણ છે. વિદેશમાં વસતા ભારતીયો માટે, દિવાળી માત્ર એક તહેવાર નથી, પણ તેમની સંસ્કૃતિ અને તે મૂળ સાથેનું બંધન છે. જયારે ભારતીયો પોતાના ઘરેથી દૂર, વિદેશમાં વસે છે, ત્યારે તેઓએ દિવાળીની ઉજવણીને નવા માળખામાં ઢાળવી પડે છે, પરંતુ આ તહેવારનો આનંદ અને ભાવના યથાવત રહે છે. વિદેશમાં વસતા ભારતીયો કેવી રીતે દિવાળી ઉજવે છે? કયા ફેરફારો અને વિધિઓ સાથે તે પોતાના પરંપરાગત તહેવારને જીવંત રાખે છે? તેના વિવિધ પાસાઓ પર ચર્ચા કરશું.
વિદેશમાં વસતા ભારતીયો ખાસ કરીને જેઓ વિદેશમાં સ્થાઈ થાય છે, એવા દેશોમાં ભારતીય સમુદાય એક પરિવાર જેવા બની રહે છે. ભારતની જેમ ફટાકડા ફોડવાની અને મોટા ઉત્સવ કરવાની વિદેશમાં તેમની પાસે તક નથી હોતી. પરંતુ ભારતીય સમુદાય પોતાના અલગ પ્રકારના આનંદથી દિવાળી ઉજવે છે.
ભોજન અને મેળાવડાનું આયોજન
વિદેશમાં વસતા ભારતીયો માટે દિવાળી પરિવાર સાથે નહીં પરંતુ સમગ્ર ભારતીય સમુદાય સાથે ઉજવવાનો તહેવાર છે. મોટા શહેરોમાં ખાસ કરીને, અમેરિકાના ન્યુયોર્ક, લંડન, સિંગાપોર, કેનેડા અને ઓસ્ટ્રેલીયાના વિવિધ મેટ્રોપોલિટીન શહેરોમાં ભારતીય લોકો સમાજના મંડળો અને સંગઠનો દ્વારા મોટાપાયે દિવાળી ઉજવાય છે. આ ઉજવણીમાં સામુદાયિક ભોજન, મીઠાઈઓની આપલે, અને વિશિષ્ઠ ભારતીય નૃત્ય અને સંગીતના કાર્યક્રમો યોજાય છે. સ્વદેશથી દૂર રહેતા ભારતીયો દિવાળીના અવસર પર ભોજન અને મેળાવડાનું આયોજન કરે છે. તેમાં, ટ્રેડિશન વાનગીઓ જેમ કે, લાડુ, ગોળપાપડી, સમોસાં, કચોરી, દહિભલ્લા જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. આ મેળાવડા અને કાર્યક્રમો દ્વારા ભારતીયો પોતાના સ્વદેશની સંસ્કૃતિ અને તહેવારો સાથે જોડાણ અનુભવે છે.
ભારતીય મંદિરો અને સંસ્થાઓ :
મંદિરો અને ભારતીય સંસ્કૃતિક કેન્દ્રો વિદેશમાં વસતા ભારતીયો માટે એક આધ્યાત્મિક કેન્દ્ર તરીકે કાર્ય કરે છે. વિવિધ દેશોમાં આવેલા ભારતીય મંદિરોમાં વિશિષ્ટ રીતે દિવાળીની ઉજવણી થાય છે. પુજનવિધિ, અન્નકૂટ, આરતી અને ભજન-સંધ્યા જેવા કાર્યક્રમો યોજાય છે, જ્યાં હજારો ભારતીયો ભેગા થાય છે. લંડનના ધ નેશનલ હિંદુ સ્ટુડન્ટ્સ ફોરમપદ્વારા યોજાતા કાર્યક્રમો, અમેરિકાના ઈસ્કોન' મંદિરના અન્નકૂટ અને ડિફરન્ટ હિંદુ સોસાયટીઓના સમૂહો દ્વારા આયોજિત કાર્યક્રમો હિંદુ ભારતીયો માટે દિવાળીનો મોટો ભાગ બની ગયા છે.

