VIDEO: 7.7ની તીવ્રતાના ભૂકંપ બાદ ઈન્ડોનેશિયામાં તારાજી! 38ના મોત, બે હજારથી વધુ લોકો બેઘર
સોર્સ : gstv
ઇન્ડોનેશિયાના દરિયાકાંઠાના વિસ્તારમાં શનિવારે વહેલી સવારે 7.7 ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ અનુભવાયો છે. ભૂકંપના આ આંચકા બાદ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને તુરંત જ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. દેશના અનેક વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયું છે અને અત્યાર સુધીમાં 38 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ભૂકંપ બાદ પણ ધરા ધ્રૂજવાનો સિલસિલો યથાવત રહ્યો હતો અને સતત આફ્ટરશોક્સ નોંધાયા હતા. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર સમુદ્રની અંદર 35 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, ઇન્ડોનેશિયા પેસિફિક મહાસાગરના રિંગ ઓફ ફાયર વિસ્તારમાં સ્થિત હોવાથી અહીં અવારનવાર શક્તિશાળી ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ જેવી કુદરતી આપદાઓ આવતી રહે છે.

