Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : cyclone ditwah wreaks havoc, over 300 dead in Thailand-Indonesia and Sri Lanka

દિતવાહ વાવાઝોડાનો કહેર, થાઈલેન્ડ-ઈન્ડોનેશિયા અને શ્રીલંકામાં 300થી વધુના મોત

Timeછેલ્લું અપડેટ : 28 Nov 2025
લાઇવ ટીવીGoogle News
દિતવાહ વાવાઝોડાનો કહેર, થાઈલેન્ડ-ઈન્ડોનેશિયા અને શ્રીલંકામાં 300થી વધુના મોત
સોર્સ : google

સાઉથ ઈસ્ટ એશિયાના કેટલાક દેશોમાં છેલ્લા કેટલાય દિવસથી કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. વાવાઝોડા, ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આજે જ દિતવાહ વાવાઝોડાએ શ્રીલંકામાં 56 લોકોનો ભોગ લીધો છે અને વાવાઝોડું હવે દક્ષિણ ભારત તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડમાં પણ પૂરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.

App Store

ઈન્ડોનેશિયામાં ભારે વરસાદના કારણે મૃત્યુઆંક વધીને 90ને પાર થયો, હજુ પણ કેટલાય લોકોને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે

વિયેતનામ, થાઈલેન્ડ અને મલેશિયાના અનેક વિસ્તારોમાં પૂર
થાઈલેન્ડમાં પૂરના કારણે અત્યાર સુધી 145 લોકોના મોત
શ્રીલંકામાં દિતવાહ વાવાઝોડાના કારણે 56ના મોત

થાઈલેન્ડમાં એક સપ્તાહમાં 145ના મોત

થાઈલેન્ડના સોંગખલા વિસ્તારમાં પૂર આવતા ઘર, હોટેલ, ઓફિસો બધુ જ ડૂબી ગયું છે. છેલ્લા એક સપ્તાહથી આવેલી કુદરતી આફતમાં અત્યાર સુધી 145 લોકોએ જીવ ગુમાવ્યા છે. થાઈલેન્ડમાં આવતા મહિને જ સાઉથ ઈસ્ટ એશિયન ગેમ્સ ટુર્નામેન્ટનું આયોજન થવાનું છે. એવામાં પૂરના કારણે 11 રમતો માટેની ઈવેન્ટના સ્થળ બદલવાની નોબત આવી છે. પૂરના કારણે કુલ 35 લાખ લોકો પ્રભાવિત થયા છે.

થાઈલેન્ડમાં ફસાયેલા પ્રવાસીઓને બચાવાયા

બીજી તરફ સેન્યાર વાવાઝોડાએ હવે મલેશિયામાં લેન્ડફોલ કર્યું છે. જેમાં બે લોકોના મોત પુષ્ટિ થઈ છે. 30 હજારથી વધુ લોકોને શેલ્ટર્સમાં રાખવામાં આવ્યા છે. મલેશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેમના 1459 નાગરિકો પૂરના કારણે થાઈલેન્ડની વિવિધ હોટલોમાં ફસાઈ ગયા હતા. જેમને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા છે, હજુ 300 નાગરિકોને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

ટોપિક્સ:cyclone ditwahcyclonegstvdeath