VIDEO: એઆઈની રેસમાં ચીન મેદાન મારશે, અમેરિકાને માર્ક ઝકરબર્ગની ચેતવણી
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વપરાશ દુનિયામાં વધવાની સાથે હાલ અમેરિકા અને ચીન વચ્ચે તેના પર પ્રભુત્વ મેળવવા રેસ ચાલી રહી છે. જોકે, એઆઈની આ રેસમાં ચીન અમેરિકા કરતાં આગળ નીકળી શકે છે તેમ મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે ચેતવણી આપતા કહ્યું છે. તેમણે ચીનને સલાહ આપતા કહ્યું કે, એશિયન દેશે એનર્જી અને ડેટા સેન્ટર બનાવવાની તેની ક્ષમતા વધારવાની જરૂર છે. આ સાથે ઝુકરબર્ગે ચેતવણી આપી છે કે જે દેશ એડવાન્સ્ડ એઆઈના ડેવલપમેન્ટમાં આગળ હશે તે ભૂ-રાજકીય તાકાતમાં સંતુલિત ભૂમિકા ભજવશે. માર્ક ઝકરબર્ગ જણાવ્યું હતું કે, ચીન જેવા દેશ દર બીજા સપ્તાહે ૧ ગીગાવોટથી વધુ ન્યૂક્લિયર ક્ષમતા શરૂ કરી રહ્યા છે. તેથી સ્પર્ધામાં રહેવા માટે અમેરિકાએ એનર્જી અને ડેટા સેન્ટર બનાવવાની ગતિ વધારવી પડશે. એઆઈ કદાચ ઈતિહાસની સૌથી વધુ સ્પર્ધાત્મક ઈન્ડસ્ટ્રી છે. ઈનોવેશનની ઝડપથી નકલ કરવામાં આવે છે. થોડાક જ મહિનામાં તેને અપનાવી લેવાય છે.ઝકરબર્ગે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે ૬ હજાર ૫૦૦ શબ્દોનો એક મેનિફેસ્ટો જાહેર કર્યો હતો, જેમાં તેમણે દલીલ કરી કે એઆઈના ઝડપથી પ્રસારમાં સૌથી મોટું જોખમ એ છે કે આઈની તાકાત કોઈ એક સરકાર અથવા કંપનીઓના હાથમાં વધુ કેન્દ્રિત થઈ જશે.

