Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Canada gave government job to India's most wanted terrorist

ભારતના મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકવાદીને કેનેડાએ આપી સરકારી નોકરી

Timeછેલ્લું અપડેટ : 05 Nov 2024
લાઇવ ટીવીGoogle News
ભારતના મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકવાદીને કેનેડાએ આપી સરકારી નોકરી

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતના હાથ હોવાનો આરોપ લગાવી રહ્યાં છે. કેનેડાની બોર્ડર સિક્યુરિટી એજન્સી (CBSA)એ માની લીધું કે 2020માં ભારતના શૌર્ય ચક્ર વિજેતા બલવિંદર સિંહ સંધૂની હત્યાના માસ્ટરમાઇન્ડ દીપ સિંહ સિદ્ધૂ ઉર્ફ સની ટોરંટોમાં તેમના ત્યાં સરકારી નોકરી કરી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, CBSAએ જણાવ્યું કે, બેકગ્રાઉન્ડ ચેક દરમિયાન સનીએ કોઇ પણ પ્રકારના ગુનામાં જોડાયેલા હોવાનું નકાર્યું હતું. સની સામે અમારી પાસે પણ કોઇ પુરાવા નથી.

App Store

ભારતે કરી પ્રત્યાર્પણની માગ

ઇન્ટેલિજેન્સ સોર્સ અનુસાર, ભારતે સત્તાવાર રીતે સનીના પ્રત્યાર્પણની માગ કરી છે. પરંતુ, સીબીએસએ (CBSA) સતત તેના બચાવમાં લાગેલું છે. કેનેડામાં એકબાજુ આતંકવાદી નિજ્જરની હત્યા પર પુરાવા વિના ભારત સામે સતત નિવેદનબાજી ચાલી રહી છે. વળી બીજી બાજું પુષ્ટિ થઈ ગઈ હોવા છતાં, કેનેડાની બોર્ડર સિક્યોરિટી એજન્સી સનીના બચાવમાં આવી રહી છે. 

સની સીબીએસએનો ઘણો નજીકનો માણસ છે. તે પ્રતિબંધિત ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનનો સભ્ય છે. આ જ કારણ છે કે, ભારતે તેને કેનેડાને આતંકવાદી પ્રવૃત્તિઓને વધારવાના આરોપમાં ભાગેડુની લિસ્ટમાં નાખી દીધો છે.

આ પણ વાંચો: કેનેડાના મંદિરમાં ખાલિસ્તાનીઓ સાથે વિરોધ કરનાર પોલીસકર્મી સસ્પેન્ડ, હિંદુઓ પર હુમલામાં હતો સામેલ

કેવી રીતે રચ્યું હત્યાનું કાવતરૂ?

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જાણવા મળ્યું કે, બલવિંદર સંધૂની હત્યાનું કાવતરૂં કેવી રીતે રચ્યું. સંધૂ એક શિક્ષક હતાં. તેઓને આતંકવાદ સામે લડવાની ભૂમિકા માટે શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. સંધૂની હત્યાનું કાવતરૂ ખૂબ જ ફિલ્મી હતું. સનીએ પાકિસ્તાની આઈએસઆઈ હેન્ડલરને પહેલીવાર શૂટરને પોતાની જાળમાં ફસાવ્યો. શૂટર ગુરજીત સિંહ એક સગીર છોકરીના પ્રેમમાં પાગલ હતો. છોકરીને આ મામલે ફસાવી તેણે ગુરજીતને સંધૂને હત્યા માટે બ્લેકમેલ કર્યો.

ખાલિસ્તાન લિબરેશન ફોર્સ (KLF)ના પૂર્વ પ્રમુખ હરમીત સિંહ ઉર્ફે હેપ્પી પીએચડીની અમેરિકામાં રહેતી વિધવા ગરુજોત કૌર આઈએસઆઈના ચેસબોર્ડનુ એક પ્યાદુ હતી. આઈએસઆઈએ સંધૂની હત્યાના બદલામાં ગુરજોત અને તેના કેદ સાથીઓ સુખદીપ સિંહ અને ઈન્દ્રજીત સિંહને કેનેડમાં પૈસા અને આશ્રય આપવાનું વચન આપ્યું હતું. 2020માં દુબઈ સ્થિત ગેંગસ્ટર સુખ ભિખારીવાલ અને સનીને સંધૂની હત્યાને અંજામ આપવાનું કામ સોંપ્યું હતું. તેઓએ આઈએસઆઈના ઓપરેટિવ અને ખાલિસ્તાન સમર્થક આતંકવાદી લખબીર સિંહ રોડેના ઈશારા પર કામ કર્યું, જેનું ગત વર્ષે પાકિસ્તાનમાં મોત થયું હતું. સનીએ ગુરજોતના માધ્યમથી ISIના કામને અંજામ આપ્યો હતો. 

કાળા કપડાંમાં આવ્યાં હત્યારા

સંધૂના ઘરની રેકી સની કરી રહ્યો હતો પરંતુ, ભાડાના શૂટરે 16 ઓક્ટોબરે ગુરજીત અને તેના સાથી માથાથી પગ સુધી કાડા કપડાં પહેરી ભિખીવિંડમાં સંધૂના ઘરે (જેમાં તેઓ સ્કૂલ પણ ચલાવતા હતાં) પહોંચ્યાં. ફિરોઝપુર જેલમાં બંધ ગેંગસ્ટર રવિન્દર સિંહ ઉર્ફે જ્ઞાની અને સુખરાજ સુક્ખાએ તે દિવસે શૂટરોને ટાર્ગેટ આપ્યા હતાં. જ્યારે શૂટરોએ સંધૂનો દરવાજો ખખડાવ્યો, તો તેમને લાગ્યું કે દૂધવાળો છે.તેઓએ દરવાજો ખોલ્યો એવા તરત જ શૂટર અંદર ઘૂસી ગયાં અને સંધૂને ગોળી મારી દીધી હતી. ગોળી વાગતા સંધૂનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતું. આ પહેલાં સંધૂ પર 16 વાર જીવલેણ હુમલા થઈ ચુક્યા હતાં.