મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

બ્રાઝિલે ઈથેનોલમાંથી પેટ્રોલ બનાવતા દુનિયામાં ખાંડની કટોકટી સર્જાઈ, ખાંડની અછત માટે બ્રાઝિલને જવાબદાર!

ભારતમાં તહેવારોની મોસમ શરૂ થવાની

બ્રાઝિલે ઈથેનોલમાંથી પેટ્રોલ બનાવતા દુનિયામાં ખાંડની કટોકટી સર્જાઈ,  ખાંડની અછત માટે બ્રાઝિલને જવાબદાર!
આ સમાચાર સાંભળો

ભારતમાં તહેવારોની મોસમ શરૂ થવાની સાથે જ ખાંડના ભાવ વધવાથી લોકોની તહેવારોની મઝા કડવી થઈ ગઈ છે. જોકે, આ સ્થિતિ માત્ર ભારતમાં જ છે એવું નથી. આખી દુનિયામાં ખાંડની અછત સર્જાતા ખાંડની કટોકટી ઊભી થઈ છે અને ખાંડના ભાવ વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. દુનિયામાં ખાંડની અછત માટે બ્રાઝિલને જવાબદાર ગણાઈ રહ્યું છે. ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચતા બ્રાઝિલ પણ ઈથેનોલના ઉત્પાદન તરફ વળતા બ્રાઝિલમાં ખાંડનું ઉત્પાદન ઘટવાની આશંકા છે, જેની અસર દુનિયા પર પડી શકે છે.

 ખાંડના બદલે ઈથેનોલના ઉત્પાદન તરફ વળવા પ્રોત્સાહિત કર્યા

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા છે. હોર્મુઝ કટોકટીનો હજુ સુધી કોઈ અંત નહીં આવ્યો હોવાથી ફરી એક વખત ક્રૂડ ઓઈલના ભાવ વધવાની આશંકા છે. આથી બ્રાઝિલ સરકારે ખેડૂતોને શેરડીના ખેડૂતોને ખાંડના બદલે ઈથેનોલના ઉત્પાદન તરફ વળવા પ્રોત્સાહિત કર્યા છે.

બ્રાઝિલે જુલાઈના અંત સુધીમાં પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણનો દર વધારીને 32 ટકા કરી દીધો છે, જે એક મહિના પહેલા ૩૦ ટકા અને એક વર્ષ પહેલા 27 ટકા હતો. અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન એગ્રીકલ્ચર સર્વિસના ડેટા મુજબ દુનિયામાં શેરડીના કુલ ઉત્પાદનમાં બ્રાઝિલનો હિસ્સો 24 ટકા અને ભારતનો 16 ટકા છે.બ્રાઝિલમાં ઈથેનોલના ઉત્પાદન માટે શેરડીનો ઉપયોગ વધતા ખાંડનું ઉત્પાદન ત્રણ ટકા ઘટવાની શક્યતા છે એટલે કે ખાંડનું ઉત્પાદન લગભગ 4.3 કરોડ ટન ઘટવાનો અંદાજ છે તેમ બ્રાઝિલની નેશનલ સપ્લાય કંપની કોનાબના અહેવાલમાં જણાવાયું છે.

આ સમાચાર શેર કરો