મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં બ્લાસ્ટ, બેઝમેન્ટમાં ધમાકામાં 4થી વધુ લોકો ઘાયલ

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. બુધવારે દેશની સુપ્રીમ કોર્ટની

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં બ્લાસ્ટ, બેઝમેન્ટમાં ધમાકામાં 4થી વધુ લોકો ઘાયલ

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. બુધવારે દેશની સુપ્રીમ કોર્ટની ઇમારતના બેઝમેન્ટમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો છે. પ્રારંભિક અહેવાલો અનુસાર વિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર લોકો ઘાયલ થયાની માહિતી સામે આવી છે.

મંગળવારે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના બેઝમેન્ટમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ થયો હતો, જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા. શરૂઆતના અહેવાલો અનુસાર, બિલ્ડિંગના સેન્ટ્રલ AC નું સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટથી સુપ્રીમ કોર્ટની ઇમારતમાં અફરાતફરી મચી ગઈ. સિલિન્ડર વિસ્ફોટના અવાજથી વકીલો, ન્યાયાધીશોના કર્મચારીઓ અને અન્ય સ્ટાફ તાત્કાલિક કોર્ટની બહાર દોડી આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

આ જોરદાર વિસ્ફોટ બાદ બચાવ ટીમો અને સુરક્ષા કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી. AC પ્લાન્ટ પાસે કામ કરતા ઘાયલ કર્મચારીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આસપાસના વિસ્તારમાં તેનો અવાજ સંભળાયો. ભોંયરામાં થોડો સમય ધૂમાડો ધૂમાડો થઈ ગયું. અધિકારીઓએ જણાવ્યું કે, ટેકનિકલ તપાસ પછી વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણી શકાશે. એસી યુનિટમાં ગેસ લીકેજ થયો હોવાનું અનુમાન છે. 

જોકે, સુરક્ષા તપાસ પૂર્ણ થયા પછી સુપ્રીમ કોર્ટમાં સામાન્ય કામગીરી ફરી શરૂ થઈ ગઈ છે. ઇમારતને કોઈ મોટું માળખાકીય નુકસાન થયું નથી.

આ સમાચાર શેર કરો