Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Bill Gates' 'dark secret' in Epstein files! Jeffrey's emails reveal big truth

એપસ્ટિન ફાઈલ્સમાં બિલ ગેટ્સનું 'ડાર્ક સિક્રેટ'! જેફ્રીના મેઈલમાં થયો મોટો ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 31 Jan 2026
લાઇવ ટીવીGoogle News
એપસ્ટિન ફાઈલ્સમાં બિલ ગેટ્સનું 'ડાર્ક સિક્રેટ'! જેફ્રીના મેઈલમાં થયો મોટો ખુલાસો
સોર્સ : GSTV

અમેરિકાના ન્યાયતંત્ર દ્વારા જેફ્રી સાથે જોડાયેલી નવી ફાઈલ્સ જાહેર કરી છે. જેમાં દાવો કરાયો છે કે માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સને રશિયાની યુવતીઓ સાથે શારીરિક સંબંધના કારણે ગુપ્ત રોગ ( STD ) થયો હતો. 

App Store

બિલ ગેટ્સને ગુપ્ત રોગ થયો હોવાનો દાવો

ન્યાય વિભાગ દ્વારા કુલ 30 લાખ પાનાંની નવી ફાઈલ્સ જાહેર કરી છે. જેમાં 1 લાખ 80 હજાર તસવીરો અને 2 હજાર જેટલા વીડિયોઝ પણ સામેલ છે. વર્ષ 2013માં 18મી જુલાઈએ એપસ્ટિને ખુદ એક ઈમેલ લખ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે બિલ ગેટ્સે રશિયાની મહિલાઓ સાથે સંબંધ બનાવ્યા જે બાદ તેમને એક ગુપ્ત રોગ થયો હતો. જે બાદ તેમણે એન્ટિબાયોટિક દવાઓ પણ માંગી હતી, જેથી તેઓ તે દવા ચૂપચાપ પોતાની પત્નીને આપી શકે. 

નોંધનીય છે કે બિલ અને મેલિન્ડા ગેટ્સના વર્ષ 1994માં લગ્ન થયા હતા અને 2021માં બંનેએ છૂટાછેડા લીધા. છૂટાછેડાના કારણોમાં બિલ ગેટ્સના અફેર તથા એપસ્ટિન સાથેના સંબંધો પણ સામેલ હોવાનું મેલિન્ડાએ કહ્યું હતું. જોકે તેમણે વિસ્તૃત માહિતી નહોતી આપી. 

બિલ ગેટ્સના પ્રવક્તાએ આરોપો પાયાવિહોણા ગણાવ્યા 

સમગ્ર ઘટનાક્રમ બાદ બિલ ગેટ્સે એપસ્ટિનને તમામ મેસેજ પણ ડિલીટ કરવા માટે કહ્યું હતું. જોકે આ આરોપોની હજુ સુધી પુષ્ટિ થઈ શકી નથી. 

બિલ ગેટ્સના પ્રવક્તાએ નવા આરોપો મામલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું છે કે, આ તમામ આરોપો તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. એપસ્ટિનના ગેટ્સ સાથે કોઈ સ્થાયી સંબંધ નહોતા જેના કારણે તે નિરાશ હતો અને તેમને ફસાવવા તથા બદનામ કરવા માટે તે કોઈ પણ હદે જઈ શકે તેમ હતો.